HomeBollywoodબેફામ કંગના રનોત : ફરી આપ્યું એક વિવાદાસ્પદ નિવેદન !!

બેફામ કંગના રનોત : ફરી આપ્યું એક વિવાદાસ્પદ નિવેદન !!

  • મુંબઈ ના કોંગ્રેસની સ્ટુડન્ટ વિન્ગ દ્વારા કંગના રનોત ના ઘર ની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા, સાથે જ રાજસ્થાન માં પણ કંગના વિરુદ્ધ જોધપુર તથા જયપુર માં કેસ પણ દાખલ થઇ ગયો છે.

પોતાના વિવાદાસપદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેવા માટે જાણીતી બોલિવૂડ ની એકટ્રેસ કંગના રનૌતે ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

શું કહયુ હતું કંગનાએ ??

નેશનલ મીડિયા નેટવર્ક દ્વારા યોજવામાં આવેલી સમિટ માં કંગના ને ગેસ્ટ સ્પીકર તરીકે બોલાવવામાં આવી હતી ત્યાં તેને જણાવ્યું હતું કે “1947 માં મળેલી આઝાદી એ આઝાદી નહિ ભીખ હતી આપણને અસલી આઝાદી 2014 માં મળી હતી ”

કંગના ના આ નિવેદન બાદ એક્ટ્રેસ નો વિરોધ થતો જોવા મળી રહ્યો છે. મુંબઈ માં AAP (આમ આદમી પાર્ટી ) ના નેશનલ એક્સએક્યુટિવ પ્રીતિ મેનને કંગના વિરુદ્ધ અંધેરી પોલીસે સ્ટેશન માં કલમ 124A (રાજદ્રોહ ) તથા કલામ 504 (ઇરાદાપૂર્વક અપમાન કરવું ) હેઠળ કેસ કરવાની માંગણી કરી છે

મુંબઈ ના કોંગ્રેસની સ્ટુડન્ટ વિન્ગ દ્વારા કંગના રનોત ના દેખાવો કરવામાં આવ્યા હતા, સાથે જ રાજસ્થાન માં પણ કંગના વિરુદ્ધ જોધપુર તથા જયપુર માં કેસ પણ દાખલ થઇ ગયો છે

બોલીવૂડ એ પણ કંગના નો વિરોધ કર્યો
ફિલ્મ ઇન્ડુસટ્રી દ્વારા પણ કંગના ના આ નિવેદન ને વખોડી કાઠવામાં આવ્યું હતું, ફિલ્મમેકર ઓનિરે કહ્યું હતું “શું હવે આપણે નવો સ્વતંત્ર દિવસ મનાવીશું ? ”

ભાજપ ના નેતા વરુણ ગાંધી એ કંગના ના વાયરલ થયેલા વિડિઓ ને સહારે કારેયને કહ્યું હતું કે “ક્યારેય મહાત્મા ગાંધીનાં બલિદાન અને તપસ્યાનું અપમાન, તેમના હત્યારા પ્રત્યે સન્માન અને હવે મંગલ પાંડેથી લઈ રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી તથા અન્ય લાખો સ્વાતંત્ર્યસૈનાનીઓનાં બલિદાનનો આ રીતે તિરસ્કાર. હું આ વિચારાધારને ગાંડપણ કહું કે પછી દેશદ્રોહ.'”

ઉલ્લેખનીય છે કે કંગના રનૌત આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદન આપી ચુકી છે જેમાં, પંજાબ માં કૃષિ બિલ નો વિરોધ કરી રહેલ ખેડૂતો ને આતંકવાદી કહ્યા હતા, અને વર્ષ 2020 માં જયારે BMC એ કંગનાની ઓફિસ ઉપર બુલડોઝર ચલાવ્યું હતું ત્યારે ગુસ્સે ભરાયેલી કંગના એ મહારાષ્ટ્ર ના CM ઉદ્ધવ ઠાકરેને અપશબ્દ કહ્યા હતા જેના માટે વિક્રોલી પોલીસે સ્ટેશન માં તેની ઉપર કેસ થયો હતો

અન્ય સમાચાર
RELATED ARTICLES

STAY CONNECTED

Latest News