તારક મેહતા કે ઉલ્ટા ચશ્માં અને બિગબોસ 15 ની કનેસ્ટન્ટ રહેલી મુનમુન દત્તા ની મુશ્કેલી માં વધારો થયો છે હરિયાણા હિસાર ની સ્પેશ્યલ કોર્ટ દ્વારા મુનમુન દતા ની આગોતરી જમીન અરજી ને ફગાવી દેવાંમાં આવી છે હવે બબીતાજી ની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે .
શું છે સમગ્ર ઘટના?
એક્ટ્રેસ મુનમુન દત્તા એ 9 મે, 2021ના રોજ એક વિડીયો માં જાતિગત શબ્દ નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ હાંસી ના વકીલ રજત કલ્સ દ્વારા તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત એક્ટ્રેસ ઉપર યુપી, મહારાષ્ટ્ર, તથા ગુજરાત માં પણ કેસ થયેલ છે જેની સુનાવણી હરિયાણાના હાંસી માં કરવાની એક્ટ્રેસ દ્વારા માંગ કરાઈ હતી.
વિરોધ થતાં માફી માગી હતી
અનેક લોકો દ્વારા વિરોધ બાદ મુનમુન દત્તા એ પોતાનાથી થયેલી ભૂલ બદલ સોશ્યિલ મીડિયા માં માફી માંગી હતી અને સોશ્યિલ મીડિયા ઉપર થી તે પોસ્ટ પણ ડિલેટ કરી નાખી હતી .વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને એના માટે અફસોસ છે.