HomeBollywoodહિજાબ વિવાદ પર હવે મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ આપ્યું નિવેદન, જાણો શું...

હિજાબ વિવાદ પર હવે મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

 

મિસ યુનિવર્સ-2021 હરનાઝ સંધુએ સમાજને હિજાબ સહિત વિવિધ મુદ્દાઓ પર છોકરીઓને નિશાન બનાવવાનું બંધ કરવાની અપીલ કરી છે. સંધુએ કહ્યું, “તેઓ ઈચ્છે તેમ જીવવા દો.” કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે તાજેતરમાં શૈક્ષણિક સંસ્થાઓના વર્ગખંડોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીઓને ફગાવી દીધી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં, એક પત્રકારે સંધુને હિજાબના મુદ્દે તેમના વિચારો પૂછ્યા. આ વીડિયો 17મી માર્ચે મિસ યુનિવર્સ 2021ના હોમકમિંગના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમનો છે.

છોકરીઓને નિશાન બનાવવા પર ગુસ્સો
સંધુ પ્રશ્નનો જવાબ આપે તે પહેલા તેઓ વચ્ચે આવ્યા અને પત્રકારોને કોઈપણ પ્રકારના રાજકીય પ્રશ્ન પૂછવાથી દૂર રહેવા કહ્યું. આયોજકોએ સૂચવ્યું કે મીડિયા સંધુની સફર, સફળતા અને પ્રેરણાના સ્ત્રોત વિશે પ્રશ્નો પૂછે. પત્રકારે જવાબ આપ્યો, “હરનાઝને એમ જ કહેવા દો.” ત્યારબાદ સંધુએ સમાજમાં છોકરીઓને નિશાન બનાવવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

‘તમે હંમેશા છોકરીઓને કેમ ટાર્ગેટ કરો છો?’
ઍમણે કિધુ, “સાચું કહું તો તમે હંમેશા છોકરીઓને જ કેમ ટાર્ગેટ કરો છો? તમે હજી પણ મને નિશાન બનાવી રહ્યા છો. આવી સ્થિતિમાં હિજાબ માટે છોકરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. છોકરીઓએ પોતાની રીતે જીવવું જોઈએ. તેમને તેમના મુકામ સુધી પહોંચવા દો, તેમને ઉડવા દો. તેમની પાંખો કાપશો નહીં. જો તમારે કાપવું હોય, તો તમારી પાંખો કાપો.”

ઇસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી:   કર્ણાટક હાઈકોર્ટ   આ મામલાની સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે અવલોકન કર્યું કે હિજાબ એ ઈસ્લામનો ફરજિયાત ભાગ નથી અને શાળાના બાળકો યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહીં. હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને પણ ફગાવી દીધી હતી. કર્ણાટક હાઈકોર્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અનેક અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.

અન્ય સમાચાર

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News