HomeBollywoodસરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની પ્રીતિ ઝિન્ટાઃ ટ્વિટ દ્વારા આપી ખુશખબર

સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની પ્રીતિ ઝિન્ટાઃ ટ્વિટ દ્વારા આપી ખુશખબર

  • લગ્ન ના 5 વર્ષ બાદ સરોગસી ની મદદ થી જોડિયા બાળકો ની માતા બની પ્રીતિ ઝિન્ટા

બોલિવૂડ ની એકટ્રેસ અને કિંગ્સ ઇલેવન પંજાબ ની મલિક પ્રીતિ ઝિન્ટા એ આજ રોજ ટ્વિટ્ટર ઉપર તેના પતિ સાથે ની ફોટો ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે સરોગસી ની મદદ થી જોડિયા બાળકો ની માતા બની છે છે. 46 વર્ષીય એકટ્રેસે ટ્વિટ કરીને આ સમાચાર શેર કર્યા હતા.

ટવિટ માં શું કહ્યું હતું ?

હું આજે તમારા બધા સાથે અમારા અદ્ભુત સમાચાર શેર કરવા માંગુ છું. જીન અને હું ખૂબ જ ખુશ છીએ અને અમારા હૃદય ખૂબ પ્રેમથી ભરાઈ ગયા છે કારણ કે અમે અમારા પરિવારમાં અમારા ટ્વિન્સ જય ઝિન્ટા ગુડઈનફ અને ગિયા ઝિન્ટા ગુડઈનફનું સ્વાગત કરીએ છીએ. ડૉક્ટર્સ, નર્સ તથા અમારા સરોગેટનો ઘણો જ આભાર. બહુ જ બધો પ્રેમ. જીન, પ્રીટિ, જય તથા જિયા.’

અમેરિકામાં 2016 માં કર્યા હતા લગ્ન.
પ્રીતિએ 29 ફેબ્રુઆરી 2016 ના રોજ અમેરિકા ના લોસ એન્જલ્સ માં જિન ગૂડઇનફ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ પ્રીતિ ઝિન્ટા અમેરિકા માં રહે છે

સરોગસી દ્વારા પેરેન્ટ્સ બનેલા સેલેબ્રિટીઓમાં એકતા કપૂર, તુષાર કપૂર, લીઝા રે, કરણ જોહર તથા શાહરુખ ખાન નો પણ સમાવેશ થાય છે

 

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News