HomeBollywoodઉર્ફી જાવેદ ની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

ઉર્ફી જાવેદ ની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

રિપોર્ટ અનુસાર, છેલ્લા 3-4 દિવસથી ઉર્ફી જાવેદને ઉલ્ટી થઈ રહી હતી અને તેને ખૂબ તાવ પણ હતો. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેન્સેશનને 104 તાવ હતો. જેના કારણે તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉર્ફી જાવેદના કેટલાક ટેસ્ટ પણ કરવામાં આવશે, જેથી ખબર પડશે કે તેની સાથે શું થયું છે. ઉર્ફી જાવેદ અવારનવાર તેના આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે. તે ઘણીવાર વિચિત્ર કપડામાં જોવા મળે છે, તેના વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. જેના કારણે તે ટ્રોલના નિશાના પર પણ રહે છે.

ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગને લઈને એટલી ચર્ચામાં છે કે તાજેતરમાં જ તેનો ઉલ્લેખ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં પણ સામે આવ્યો હતો. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ શોમાં ઉર્ફીનું નામ લેતો જોવા મળ્યો હતો. ઉર્ફીએ બોરીઓ, ક્યારેક ફોઇલ, ક્યારેક કાચ તો ક્યારેક માત્ર દોરાથી બનેલો ડ્રેસ પહેરીને હેડલાઇન્સ બનાવી છે. ઉર્ફી તેના દેખાવથી લોકોને આશ્ચર્યચકિત કરવાની કોઈ તક છોડતી નથી.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News