HomeBusinessગૌતમ અદાણીનો દબદબો: 155.3 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના બીજા સૌથી મોટા...

ગૌતમ અદાણીનો દબદબો: 155.3 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણી આ સીમાચિહ્ન સુધી પહોંચનાર એશિયાના પ્રથમ ખેલાડી છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, અદાણી 155.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.

હવે ગૌતમ અદાણી એલોન મસ્ક પછી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેણે બીજા સ્થાને બર્નાર્ડ આર્નોલ્ટને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે.

  • ફ્રેન્ચ બિઝનેસમેન આર્નોલ્ટ $155.2 બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા નંબરે છે.
  • એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ $149.7 બિલિયનની નેટવર્થ સાથે ચોથા નંબરે છે.
  • ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક 273.5 બિલિયન ડોલર સાથે નંબર વન પર છે.

મેબર્ગના બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, 60 વર્ષીય ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $154.7 બિલિયન છે. બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ પણ $153.8 બિલિયન છે.

એલોન મસ્કની સંપત્તિ

ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્ક, જે યાદીમાં ટોચ પર છે, તેમની કુલ સંપત્તિ $273.5 બિલિયન છે, જ્યારે એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસની કુલ સંપત્તિ $149.7 બિલિયન છે.

વિશ્વના ટોચના ધનિક લોકોની યાદી

1. એલોન મસ્ક $273.5B

2. ગૌતમ અદાણી $155.3B

3. બર્નાર્ડ આર્નોલ્ટ $155.2B

4. જેફ બેઝોસ $149.7B

5. બિલ ગેટ્સ $105.3B

6. લેરી એલિસન $98.3B

7. વોરેન બફેટ $96.5B

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News