HomeBusinessયુક્રેન યુદ્ધ મુદ્દે ખોટું કન્ટેન્ટ : રશિયાએ ગૂગલને ફટકાર્યો 3000 કરોડનો દંડ,...

યુક્રેન યુદ્ધ મુદ્દે ખોટું કન્ટેન્ટ : રશિયાએ ગૂગલને ફટકાર્યો 3000 કરોડનો દંડ, બેંક એકાઉન્ટ સીઝ

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ગુગલ પર ભ્રામક સમાચાર ચલાવવાનો આરોપ લગાવીને 3,000 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મોસ્કોની એક અદાલતે ગૂગલને રશિયા વિરુદ્ધ ગેરકાયદેસર અને ભ્રામક સમાચાર ચલાવવા અને યુક્રેન યુદ્ધ વિશે ખોટી માહિતી આપવા બદલ દોષી ઠેરવ્યું છે.

સરકાર તરફથી વારંવારની ચેતવણીઓ છતાં યુટ્યુબ અને અન્ય જગ્યાએથી આવી સામગ્રીને દૂર ન કરવા બદલ ગૂગલને કોર્ટમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મામલામાં ગૂગલને 21.1 બિલિયન રુબેલ્સ (લગભગ 3000 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રેગ્યુલેટર રોસ્કમેન્ઝોરે જણાવ્યું હતું કે ટેન્સ્કી કોર્ટે ગૂગલને $373 મિલિયનનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ખાસ કરીને યુટ્યુબને કડક ચેતવણી આપી છે. તેણે કહ્યું કે, યુટ્યુબ તેના પ્લેટફોર્મ પરથી લશ્કરી કાર્યવાહી સામગ્રીને હટાવી રહ્યું નથી, જે યુક્રેન યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યું હતું.

ગૂગલ એકાઉન્ટ ફ્રીઝ

કોર્ટે રશિયામાં તેના કુલ વાર્ષિક ટર્નઓવરના આધારે ગૂગલ પર દંડની રકમ નક્કી કરી છે. કંપનીને ગયા વર્ષે 7.2 અબજ રુબેલ્સનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. રશિયા સ્થિત ગૂગલ એકાઉન્ટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને પગાર ચૂકવવો મુશ્કેલ બન્યો છે.

અદાલતને તાજેતરના એક કેસમાં પણ જાણવા મળ્યું છે કે યુટ્યુબ રશિયન યુવાનોને ગેરકાયદેસર રીતે વિરોધ કરવા માટે ઉશ્કેરે છે. આ માટે કંપની ઓનલાઈન સર્વે દ્વારા લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરે છે. બાળકોને ગેરમાર્ગે દોરવા માટે પ્રતિબંધિત વિડિઓ સામગ્રીનો ઉપયોગ કરે છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News