HomeBusinessભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણમાં 76%નો જંગી વધારો

ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણમાં 76%નો જંગી વધારો

ભારતના ઉત્પાદન ક્ષેત્રે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન $21.34 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષિત કર્યું છે, જે વાર્ષિક ધોરણે 76 ટકા વૃદ્ધિ દર્શાવે છે, એમ વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે વીમા, સંરક્ષણ, ટેલિકોમ, નાણાકીય સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, છૂટક વેપાર અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં FDI નીતિ સંબંધિત નિયમોમાં ઘણા સુધારા કર્યા છે.

2021-22 દરમિયાન ભારતમાં કુલ FDIમાં 27 ટકાના યોગદાન સાથે સિંગાપોર ટોચના બે સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે અને યુએસ 17.94 ટકા સાથે. તે પછી 15.98 ટકા સાથે મોરેશિયસ, 7.86 ટકા સાથે નેધરલેન્ડ અને 7.31 ટકા સાથે સ્વિટ્ઝર્લેન્ડનો નંબર આવે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં FDI મૂડીપ્રવાહ નાણાકીય વર્ષ 2021-22માં 76 ટકા વધીને $21.34 અબજ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષ 2020-21માં $12.09 બિલિયન હતો.

મંત્રાલયે કહ્યું કે કોરોના મહામારી અને વૈશ્વિક અવરોધો હોવા છતાં, ભારતે વર્ષ 2021-22માં સૌથી વધુ વાર્ષિક 84.83 અબજ ડોલરનું FDI મેળવ્યું છે.

કર્ણાટક (37.55 ટકા), મહારાષ્ટ્ર (26.26 ટકા), દિલ્હી (13.93 ટકા), તમિલનાડુ (5.10 ટકા) અને હરિયાણા (4.76 ટકા) 2021-22માં સૌથી વધુ એફડીઆઈ મેળવનારા ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News