HomeBusinessઈઝરાયેલનું સૌથી મોટું સરકારી પોર્ટ પણ અદાણીને ફાળે, ખાનગીકરણમાં લગાવી સૌથી ઉંચી...

ઈઝરાયેલનું સૌથી મોટું સરકારી પોર્ટ પણ અદાણીને ફાળે, ખાનગીકરણમાં લગાવી સૌથી ઉંચી બોલી

અદાણી પોર્ટ્સે ઈઝરાયેલના સૌથી મોટા બંદરોમાંના એક હાઈફા પોર્ટને ખરીદવા માટે સૌથી વધુ બોલી લગાવી છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે 14 જુલાઈના રોજ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું, હાઇફા ઇઝરાયેલના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે અને એક મુખ્ય વેપાર કેન્દ્ર છે. ઇઝરાયેલ સરકારે બંદરનું ખાનગીકરણ કરવા માટે વિશ્વભરની કંપનીઓ પાસેથી બિડ મંગાવી હતી.

અદાણી પોર્ટે તેના ઈઝરાયેલ ભાગીદાર ગેડોટ સાથે ભાગીદારીમાં સૌથી વધુ બોલી લગાવી હતી. ગેડોટ એ ઇઝરાયેલ સ્થિત કેમિકલ અને લોજિસ્ટિક્સ સમૂહ છે.

સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, વિજેતા બિડ 4.1 બિલિયન ઇઝરાયેલી ચલણ અથવા $1.18 બિલિયનની હતી. ભારતીય ચલણમાં જોવામાં આવે તો સૌથી વધુ 9400 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. અદાણી પોર્ટ્સ હાઈફા પોર્ટમાં 70 ટકાનો બહુમતી હિસ્સો ધરાવે છે જ્યારે ગેડોટ 30 ટકા હિસ્સો ધરાવે છે.

હાઇફા પોર્ટના પ્રમુખ એથેલ આર્મોનીએ ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે એક નવું જૂથ 2054 સુધી પોર્ટનું સંચાલન કરશે.

ગૌતમ અદાણીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, “અમારા પાર્ટનર ગેડોટ સાથે ઈઝરાયેલના હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે બિડ જીતીને આનંદ થયો. આ બંદર બંને દેશો માટે વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.”

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News