HomeBusinessફેડરલ બાદ હવે આવતા સપ્તાહે મળી રહેલી RBIની બેઠક પર નજર

ફેડરલ બાદ હવે આવતા સપ્તાહે મળી રહેલી RBIની બેઠક પર નજર

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ હવે બજારની નજર ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની આગામી સપ્તાહે યોજાનારી બેઠક પર છે.

દેશમાં ઓગસ્ટમાં ફરી મોંઘવારી વધવાની સાથે જ રિઝર્વ બેંક પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ વધી ગયું છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો ગગડીને નવી નીચી સપાટીએ જવાથી મોંઘવારી પર RBI ની ચિંતા વધી ગઈ છે.

દેશમાં ચાલુ વર્ષે ચોમાસાની અનિશ્ચિતતાને કારણે ખરીફ ઉત્પાદન, ખાસ કરીને ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં ખાદ્ય પદાર્થોના ભાવ વધી શકે છે.

ઊંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને, વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે RBI 28-30 સપ્ટેમ્બરે મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 35-50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરશે.

ફુગાવાને અંકુશમાં લેવા માટે લેવામાં આવેલા તાજેતરના પગલાં નીચા જોવામાં આવી રહ્યા છે. ઓગસ્ટમાં છૂટક ફુગાવો જુલાઈમાં 6.71ની સામે ઘટીને 7 ટકા પર આવી ગયો છે. સપ્ટેમ્બરમાં ફુગાવો વધીને 7.40 ટકા થવાની ધારણા છે.

એક તરફ ઊંચો ફુગાવો અને બીજી તરફ નબળી આર્થિક વૃદ્ધિ હોવા છતાં, રિઝર્વ બેંક ફુગાવાને અંકુશમાં લેવાના પગલાંને મહત્વ આપશે, એમ નોમુરાના અહેવાલમાં અગાઉ જણાવાયું હતું. રિઝર્વ બેંકે ચાલુ વર્ષના મે મહિનાથી રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.40 ટકા કર્યો છે.

ગઈકાલે પુરી થયેલી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજદરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ આ વધારો ચાલુ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News