HomeBusinessLIC બાદ હિન્દુસ્તાન ઝિંકમાંથી પણ સરકાર પોતાની તમામ હિસ્સેદારી વેચશે, 36000 કરોડ...

LIC બાદ હિન્દુસ્તાન ઝિંકમાંથી પણ સરકાર પોતાની તમામ હિસ્સેદારી વેચશે, 36000 કરોડ મળવાની આશા

IPOમાં LICમાં તેનો 3.50 ટકા હિસ્સો વેચનાર કેન્દ્ર સરકારે હવે હિન્દુસ્તાન ઝિંકમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ​​આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકાર હાલમાં કંપનીમાં 29.5 ટકા હિસ્સો ધરાવે છે.સરકારને આ હિસ્સો વેચીને રૂ. 36,000 કરોડ એકત્ર કરવાની અપેક્ષા છે.

અનિલ અગ્રવાલની કંપની વેદાંત હિન્દુસ્તાન ઝિંકમાં પ્રમોટર છે. એવું જાણવા મળ્યું છે કે સરકાર હવે કંપનીમાંથી પાછી ખેંચી રહી છે કારણ કે બંને પક્ષો કેન્દ્ર સરકાર અને વેદાંત વચ્ચે ચાલી રહેલી કાનૂની લડાઈને સમાપ્ત કરવા માટે સંમત થયા છે.

સરકારે સૌપ્રથમ 2002માં વેદાંતને કંપનીમાં 26 ટકા હિસ્સો વેચ્યો હતો. શેરબજારમાં કંપનીના શેરનો ભાવ સાત ટકા વધ્યો છે કારણ કે સરકાર હવે તેના તમામ શેર વેચશે તેવું બહાર આવ્યું છે.

વેદાન્તા હાલમાં કંપનીમાં 64.22 ટકા હિસ્સો ધરાવે છે.

સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના અપેક્ષા મુજબ સફળ રહી નથી. આ સંજોગોમાં સરકારે હવે વિવિધ કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવાનું શરૂ કરી દીધું છે. સરકાર ITCમાં તેનો 7.91 ટકા હિસ્સો વેચવાની પણ યોજના બનાવી રહી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News