HomeBusinessઅંબુજા-ACC સિમેન્ટને ખરીદવા હવે ઝુનઝુનવાલાના ગુરૂ મેદાને, RKDની 10,000 કરોડના રોકાણની તૈયારી

અંબુજા-ACC સિમેન્ટને ખરીદવા હવે ઝુનઝુનવાલાના ગુરૂ મેદાને, RKDની 10,000 કરોડના રોકાણની તૈયારી

 

વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલસીમ લિમિટેડના ભારતીય બિઝનેસની ખરીદીને લઈને JSW અને અદાણી વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે હવે અંબુજા સિમેન્ટ અને ACC ખરીદવા માટે અન્ય મોટી કંપનીઓ આગળ આવી છે. રિપોર્ટ અનુસાર, RKDએ હવે અંબુજા સિમેન્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે.

રાધાકિશન દામાણી પણ અંબુજા સિમેન્ટની મૂળ કંપની હોલસીમ લિમિટેડના ભારતીય બિઝનેસને ખરીદવાની રેસમાં જોડાયા છે. શેરબજારના અનુભવી રોકાણકાર અને રિટેલ ચેઈન એવન્યુ સુપરમાર્કેટના માલિક રાધાકિશન દામાણી અન્ય સંભવિત બિડર્સ સાથે હાથ મિલાવવાનું આયોજન કરી રહ્યા છે. દામાણી આ માટે 10,000 કરોડ રૂપિયા સુધીની દાવ લગાવી શકે છે.

અહેવાલો અનુસાર, તે કંપનીમાં નાણાકીય ભાગીદાર તરીકે રોકાણ કરી શકે છે. RKD પણ અદાણી અને JSW ગ્રુપ જેવા બિડર્સ સાથે રોકાણ કરવા વિચારે છે. ઉલ્લેખનીય છે કે, દામાણી ઈન્ડિયા સિમેન્ટ્સમાં 23 ટકા હિસ્સો ધરાવે છે.

અદાણી પણ રેસમાં અદાણી ગ્રૂપ અંબુજા સિમેન્ટ બિઝનેસ હસ્તગત કરવા માટે પણ વાતચીત કરી રહ્યું છે. ભૂતકાળમાં એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી જૂથ ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

હોલ્સિમનો હિસ્સો કેટલો છે: અંબુજાના પ્રમોટર હોલસિમે રસ ધરાવતી કંપનીઓ પાસેથી બિડ મંગાવી છે. હોલ્સિમ અંબુજા સિમેન્ટમાં 63.1 ટકા હિસ્સો ધરાવે છે. અંબુજાની પેટાકંપનીઓમાં ACCનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News