મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેના લીધે તેમના ઘણા ફેન ફોલોઈંગ છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગુરસોરભ નામનો વ્યક્તિ એક સામાન્ય સાઈકલને ઈલેક્ટ્રિક સાઈકલમાં કન્વર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો દ્વારા ગુરસૌરભે જુગાડ ઇલેક્ટ્રિક સાઇકલની વિશિષ્ટતાઓ વિશે જણાવ્યું છે. આ વીડિયોને શેર કરતાં આનંદ મહિન્દ્રાએ ખૂબ વખાણ કર્યા અને વીડિયોમાં હાજર વ્યક્તિને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો છે
This has been doing the #Signal rounds the last few days. Not the first device in the world to motorise a cycle. But this is a) An outstanding design—compact & efficient b) Rugged-loved the working in mud, making it an off-roader! c) Safe d) Savvy—a phone charging port! (1/3) pic.twitter.com/Fb4gwBd8FS
— anand mahindra (@anandmahindra) February 12, 2022
વીડિયોને શેર કરતા, એમની ટ્વીટમાં, આનંદ મહિન્દ્રાએ કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી સિગ્નલ પર ચક્કર લગાવી રહ્યો છે. આ દુનિયાનું પહેલું ઉપકરણ નથી, જે સાયકલમાં ઇલેક્ટ્રિક મોટર ફીટ કરે છે. પરંતુ આમાં કંઈક ખાસ છે જે તેને અન્ય કરતા અલગ બનાવે છે. 1- સુપિરિયર ડિઝાઇન- કોમ્પેક્ટ 2- મડ વૉક 3- ખરબચડા રસ્તાઓ પર સેન્સેશનલ વૉક 4- અત્યંત સલામત 5- ફોન ચાર્જિંગ પોર્ટ. હું જેની સૌથી વધુ પ્રશંસા કરું છું એ આવું કામ કરતા લોકો માટે તેમની સહાનુભૂતિ અને જુસ્સો છે જેમના માટે સાયકલ હજુ પણ પરિવહનનું પ્રાથમિક માધ્યમ છે. આ તમામ ઓટોમેકર્સ માટે એક સારી રીમાઇન્ડર છે જેઓ ફક્ત EVs પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
આનંદ મહિન્દ્રાએ રોકાણ કરવાની તૈયારી દર્શાવી
આનંદ મહિન્દ્રા આ ઉપકરણથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ તેમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું કે, એ જરૂરી નથી કે તે બિઝનેસ તરીકે સફળ થશે કે નફો આપશે. પરંતુ આ ઉપકરણમાં રોકાણ કરવું મારા માટે ગર્વની વાત હશે. આનંદ મહિન્દ્રાએ ઉપકરણ બનાવનાર ગુરસૌરભને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.