HomeBusinessકપાસની આયાત પર નહીં લાગે કસ્ટમ ડ્યુટી, સપ્ટેમ્બર મહિના સુધી મળશે રાહત

કપાસની આયાત પર નહીં લાગે કસ્ટમ ડ્યુટી, સપ્ટેમ્બર મહિના સુધી મળશે રાહત

બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા નાણા મંત્રાલયે 30 સપ્ટેમ્બર સુધી કપાસની આયાત પરની કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી હતી. મંત્રાલયના આ નિર્ણયથી કાપડ ઉદ્યોગને ફાયદો થશે અને ગ્રાહકોને ઓછા ખર્ચે વસ્ત્રો પણ મળશે. નાણા મંત્રાલયના આ નિર્ણયથી કાપડના વેપારીઓમાં ખુશીનો માહોલ છે.

હાલમાં કપાસની આયાત પર 5% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) લાગુ પડે છે. કાપડના વેપારીઓ સ્થાનિક ભાવમાં ઘટાડો કરવા માટે કર મુક્તિની સતત માંગ કરી રહ્યા હતા. નાણા મંત્રાલયે બુધવારે આ નિર્ણય લીધો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કપાસની આયાત માટે કસ્ટમ ડ્યુટી અને AIDCમાંથી મુક્તિ મેળવવાના નાણાં મંત્રાલયના નિર્ણયને પગલે એક સૂચના બહાર પાડી હતી.

CBIC અનુસાર, નોટિફિકેશન 14 એપ્રિલ, 2022થી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે. ટેક્સટાઈલ ચેઈન, યાર્ન, કપડાં, ગાર્મેન્ટ્સ અને મેકઅપને આ મુક્તિનો લાભ મળશે. સાથે જ ગ્રાહકોને પણ રાહત મળશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ગારમેન્ટ એક્સપોર્ટને પણ ફાયદો થશે.

અન્ય સમાચાર

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News