HomeBusinessતુર્કીએ રિજેક્ટ કરેલા ભારતીય ઘઉં ઈજિપ્તે હાથો-હાથ ખરીદ્યા

તુર્કીએ રિજેક્ટ કરેલા ભારતીય ઘઉં ઈજિપ્તે હાથો-હાથ ખરીદ્યા

મુંબઈ: તુર્કીએ ભારતને ખરાબ ગણીને જે ઘઉં મોકલ્યા હતા, તે હવે ઈજિપ્તે ખરીદ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઇજિપ્ત હાલમાં ખોરાકની અછતનો સામનો કરી રહ્યું છે.

ઈજીપ્ત, ઘઉંના સૌથી મોટા આયાતકારોમાંનું એક, ભારત સહિત વિશ્વના અન્ય ભાગોમાંથી નીચા ભાવે ઘઉં ખરીદવાનું વિચારી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, જે ઘઉં તુર્કીએ ખરાબ ગુણવત્તાના કારણે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો તે ઘઉં ઇજિપ્ત મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 15 મેના રોજ ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે અગાઉ ભારતે તુર્કીને 5,000 ટન ઘઉંની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે ઘઉંના કન્સાઇનમેન્ટ ભારત છોડે તે પહેલાં ક્વોરેન્ટાઇન સહિતની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પાંડેના જણાવ્યા અનુસાર, ઘઉંના કન્સાઇનમેન્ટને સ્વીકારવાનો ઇનકાર કરવાના મુદ્દે હજુ સુધી તુર્કીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી નથી.

ઘઉંનો માલ ભારતીય કંપની આઈટીસી લિમિટેડનો હતો. તે સમાધાન માટેનો નાણાકીય વ્યવહાર પણ પૂર્ણ થયો હતો. ભારતીય કંપનીએ આ ઘઉં વિદેશી કંપનીને વેચ્યા અને ત્યાંથી ઘઉં તુર્કીની કંપની પાસે પહોંચ્યા.

એક અહેવાલ મુજબ, તુર્કીએ તેના ઘઉંમાં રૂબેલા વાયરસની હાજરીનું કારણ આપીને ભારતીય ઘઉં પરત કર્યા હતા. ITCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ એક ડચ કંપનીને ઘઉં વેચ્યા હતા. ઘઉંની તપાસ અને તમામ પ્રકારની મંજૂરીઓ બાદ માલ મોકલવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News