HomeBusinessFacebook થી META સુધી

Facebook થી META સુધી

Facebookથી META સુધીમાં આપણને શું મળશે?

ફેસબુકના સંસ્થાપક Mark Zuckerberg એ  પોતાની કંપનીનું નામ બદલવાની ઘોષણા કરી છે. રીબ્રાન્ડિંગના પ્લાન હેઠળ પોતાની કંપનીનું નામ બદલી રહયાં છે. facebook હવે Meta નામથી ઓળખાશે. ફેસબુકના જ પૂર્વ અધિકારી સમીર ચક્રવર્તીએ આ નામની ભલામણ કરી હતી.

 શું અંતર છે facebook અને Meta માં?

Facebook એ સોશિયલ મીડિયા કંપની તરીકે ઓળખાતી હતી જ્યારે Metaverse એ સોશિયલ ટેકનોલોજી કંપની તરીકે ઓળખાશે. એમ તો બંનેનું મૂળ સ્વરૂપ સરખું જ હશે. ખાલી facebookની બધી નાની નાની કંપનીઓને ભેગી કરી એક મોટી કંપની બનાવવામાં આવી છે. કંપનીનું ભવિષ્ય Metaverse માં જ છે આવું સ્ટેટમેન્ટ જુલાઈ 2021માં Mark Zuckerbergએ આપ્યું હતું Facebookના ત્રણ અરબ યુઝર્સ માટે આ નવી જાહેરાત છે. Facebook આ વર્ષે પોતાની વર્ચુઅલ દુનિયા Metaverse  માટે  ૧૦ બિલિયન ડોલર કરતાં પણ વધુ ઇન્વેસ્ટ કરવાનું છે. આની સાથે તે 10,000 લોકોને નોકરીમાં પણ રાખવાનું કહી ચુક્યાં છે.

 Metaverse થી  ફાયદો  કેટલો?

જાણકારોના મતે facebook અત્યાર સુધી ઘણા વિવાદોમાં છે જેમ કે Privacy નું કારણ હોય કે પછી હૅટ સ્પીચને વધારવાનું, અથવા ફેક ન્યુઝ પર એક્શન ન લેવાના ગંભીર આરોપો કંપનીઓ પર લાગતા રહે છે. તેથી કંપનીની ઇમેજ ને ખૂબ જ નુકસાન થર્યું છે. The New York Times ના લેખ પ્રમાણે Metaverse અને Facebook માં કઈ જ અલગ નથી. તેનું મૂળ સ્વરૂપ સરખું જ છે, Founder પણ સરખા છે અને તેમાં રહેલા અધિકારીઓ પણ સરખા છે. બસ ખોટી ઇમેજથી બહાર આવવા માટે આ એક પગલું છે. હવે આગળ જોવાનું રહેશે કે ફેસબુકનું Metaverse બનવાથી યુઝરને શું ફાયદો મળી શકે છે અને કંપનીને ફાયદો કેટલો થાય છે?

 

આગળ વાંચો : દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ‘Jiophone next’ થયો લોન્ચ , રૂ. 1999 થી ખરીદી શકશો!!!

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News