HomeBusinessબજેટ 2022 : મધ્યમ વર્ગ નિરાશ અને ફરીથી લાખો રોજગાર નું દિવાસ્વપ્ન

બજેટ 2022 : મધ્યમ વર્ગ નિરાશ અને ફરીથી લાખો રોજગાર નું દિવાસ્વપ્ન

બજેટ 2022

સીતારામણ દ્વારા આજે ચોથું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જે મધ્યમવર્ગ ના લોકો માટે નિરાશા લઇ ને આવ્યુ હતું, સાથે સરકારે નવા બજેટ માં ઇન્કમટેક્સ માં કોઈ જ પ્રકારની રાહત આપી નથી.

બજેટ માંથી જાણવા જેવું

સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યૂટી હજી એક વર્ષ સુધી રહેશે, સાથેજ રત્ન અને આભૂષણ પર કસ્ટમ ડ્યૂટી ગતાડીને 5 ટકા કરી દેવા માં આવી છે, અને ઇલેક્ટ્રોનિક્સ પર લગતા ટેક્સ ઉપર છૂટ મળશે.

રોજગારી નું સર્જન અને ગરીબો માટે આવાસ

સરકારે બજેટ માં જણાવ્યું છે કે તેઓ 60 લાખ નવા રોજગાર નું સર્જન કરશે અને ગરીબો માટે 80 લાખ ઘર બનાવશે. સાથેજ નેશનલ હાઇવે નેટવર્ક 25 હાજર કિલો મીટર સુધી વધારશે.

ક્રિપ્ટો લીગલ

ચેઇન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને RBI સીજિટલ કરન્સી જાહેર કરશે અને સાથેજ ક્રીપ્ટોકરન્સી થી થનારી કમાણી પાર 30% નો ટેક્સ લગાવવામાં આવશે.

MSME માટે 5 વર્ષ માં 6 હજાર કરોડ

સરકારે MSME માટે 5 વર્ષ માં 6000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, MSME ને વધુ પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ શરૂ કરવા માં આવશે. ઉદયમ, ઈ-શ્રમ, અને NCS અને અસીમ પોર્ટલ ને સાથે જોડવામાં આવશે જેથી યુવા આન્ત્રપ્રીનરશિપ માટે પ્રોત્સાહન વધશે.

400 નવી પેઢીની વંદે માતરમ ટ્રેન ચાલશે

400 નવી જનરેશનની વંદે ભારત ટ્રેનો આગામી 3 વર્ષ દરમિયાન દોડતી થઈ જશે. આ દરમિયાન 100 પ્રાઈમ ડાઇનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે.

Read More

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News