HomeBusinessચાર વર્ષથી RBIએ રૂ.2000ની નોટ છાપી નથી!

ચાર વર્ષથી RBIએ રૂ.2000ની નોટ છાપી નથી!

દેશની મધ્યસ્થ બેંકના વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ, ભારતીય રિઝર્વ બેંકે ચાર વર્ષ માટે દેશમાં રૂ. 2,000ની નવી નોટો જારી કરવાનું બંધ કરી દીધું છે, જેનાથી કુલ ચલણમાં આ નોટોનો હિસ્સો ઘટ્યો છે.

નવેમ્બર 2016માં દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટો રદ કરવામાં આવી હતી અને બેન્કોમાં 60 દિવસમાં જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સમયે રદ્દ થયેલી નોટોની વધુ માત્રાને કારણે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નવી નોટો બજારમાં રજૂ કરી હતી. જોકે, વર્ષ 2018-19 પછી રિઝર્વ બેંકે આ નવી નોટો છાપવાનું બંધ કરી દીધું છે.

content image 00ed3b9e 67dd 44e2 8756 889cfc103e1b

રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, માર્ચ 2022 સુધીમાં, દેશના ચલણમાં કુલ ચલણી નોટોમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 13.8 ટકા હતો, જે અગાઉના વર્ષના 17.3 ટકાથી ઓછો છે. માર્ચ 2022 સુધીમાં, દેશમાં હવે રૂ. 2000 મૂલ્યની કુલ 214 કરોડ નોટો છે જે અગાઉના વર્ષમાં 245 કરોડ હતી. જોકે, રિઝર્વ બેંકે હવે 500 રૂપિયાની વધુ નોટ છાપવાનું શરૂ કરી દીધું છે.

રૂ. 31 લાખ કરોડના કુલ વ્યવહારોમાં રૂ. 500ની નોટોનો હિસ્સો 73.3 ટકા હતો, જે ગયા વર્ષે 68.4 ટકા હતો. રિપોર્ટ અનુસાર દેશમાં કુલ 4555 કરોડ રૂપિયા 500ની નોટો ચલણમાં છે, જ્યારે ગયા વર્ષે 3868 કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.

2000 રૂપિયાની નોટની જેમ 100 રૂપિયાની નોટોની સંખ્યા પણ ઘટી રહી છે. માર્ચ 2021માં 100 રૂપિયાની નોટોનો રેશિયો 6.7 ટકા હતો જે આ વર્ષે ઘટીને 5.8 ટકા થયો છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News