HomeBusinessઊંચા ફુગાવા, વધતા વ્યાજ દરની સ્થિતિમાં રિટેલ લોન નબળી પડવાની શક્યતા

ઊંચા ફુગાવા, વધતા વ્યાજ દરની સ્થિતિમાં રિટેલ લોન નબળી પડવાની શક્યતા

મુંબઈ:આગામી દિવસોમાં બેંકોની છૂટક લોન મોટી સંખ્યામાં બેડ લોનમાં ફેરવાય તેવી શક્યતા છે કારણ કે ઉંચો ફુગાવો, વ્યાજદરમાં વધારો અને રોજગારમાં ઘટાડાથી લોન લેનારાઓની લોન ચૂકવવાની ક્ષમતા પર અસર થવાની સંભાવના છે.

આગામી ક્વાર્ટરમાં રિટેલ લોનમાં ડિફોલ્ટનું પ્રમાણ વધશે. એક વિશ્લેષકે જણાવ્યું હતું કે વ્યાજદરમાં સતત વધારો થવાથી ઋણ લેનારાઓની પુન:ચુકવણી ક્ષમતા પર અસર થશે.

વધતા વ્યાજ દરોને ધ્યાનમાં રાખીને બેંકો ખાસ કરીને પર્સનલ લોન માટે અંડરરાઈટિંગના ધોરણોને કડક બનાવી રહી છે.

જો લોન લેનાર સતત 90 દિવસ સુધી લોન પર વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય તો લોનને બેડ લોન ગણવામાં આવે છે. રિટેલ લોન સામાન્ય રીતે કોર્પોરેટ લોન કરતાં ઓછી જોખમી હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં રિટેલ લોન પણ જોખમી બની ગઈ છે, એમ પણ કહેવાયું હતું.

મોટાભાગની બેંકોના ચોપડા પરની છૂટક લોનમાં તાજેતરમાં તેજી જોવા મળી છે. બેન્કિંગ સેક્ટરના વર્તુળોએ જણાવ્યું હતું કે અર્થતંત્રમાં રિકવરીને કારણે રિટેલ લોનમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઉપભોક્તા ખર્ચમાં વધારો થયો છે એટલું જ નહીં, બેંકો વ્યાજ દ્વારા આવક વધારવા માટે લોન આપવા પણ ઉત્સુક છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પર્સનલ લોનમાં વાર્ષિક ધોરણે 19.60 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News