HomeBusinessSBIએ હોમ લોનના વ્યાજદરમાં 0.50 % નો વધારો કર્યો

SBIએ હોમ લોનના વ્યાજદરમાં 0.50 % નો વધારો કર્યો

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પણ તેના ગ્રાહકો પર દેવાનો બોજ વધાર્યો છે. બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલી લોનના વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે.

હોમ અને ઓટો લોન સહિત એક્સટર્નલ બેન્ચમાર્ક અને રેપો રેટ સાથે જોડાયેલ તમામ પ્રકારની લોન પરના વ્યાજ દરો 15 ઓગસ્ટથી વધ્યા છે. આની સીધી અસર ગ્રાહકના EMI પર પડશે. આ મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંકે પણ ફુગાવાને રોકવા માટે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. SBIએ પણ 15 ઓગસ્ટથી તેના MCLRમાં 0.20 ટકાનો વધારો કર્યો છે.

MCLRમાં વધારા બાદ એક વર્ષ માટે વ્યાજ દર વધીને 7.70 ટકા થઈ ગયો છે. જે અગાઉ 7.50 ટકા હતો. આ રીતે, બે વર્ષ માટે MCLR 7.9 ટકા અને ત્રણ વર્ષ માટે 8 ટકા થઈ ગયો છે. તેમ છતાં, મોટાભાગની બેંક લોન એક વર્ષના MCLR દર સાથે જોડાયેલી હોય છે.

SBIએ 0.50 ટકા વધાર્યા પછી એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ (EBLR) વધીને 8.05 ટકા થયો, જ્યારે રેપો રેટ લિન્ક્ડ લેન્ડિંગ રેટ RLLR વધીને 7.65 ટકા થયો. તેના આધારે બેંક ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ પણ વસૂલે છે. એટલે કે, જો તમે હોમ અથવા ઓટો લોન લઈ રહ્યા છો, તો આ વ્યાજ દરમાં ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ (CRP) પણ ઉમેરવામાં આવશે.

જો તમારી રૂ. 30 લાખની હોમ લોન 7.8 ટકાના વ્યાજ દરે 20 વર્ષથી અસ્તિત્વમાં છે, તો વર્તમાન EMI રૂ. 24,721 હશે. આ રીતે, તમારે સમગ્ર સમયગાળા માટે વ્યાજ તરીકે 29,33,060 રૂપિયા ચૂકવવા પડશે. હવે બેંકે વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે, તેથી વ્યાજ દર 8.30 ટકા રહેશે. હવે તમારી EMI 25,656 રૂપિયા હશે. એટલે કે તમારો ખર્ચ દર મહિને 935 રૂપિયા અને આખા વર્ષમાં 11,220 રૂપિયા વધશે. આ વ્યાજ દર અનુસાર, નવી હોમ લોન પર વ્યાજ તરીકે 31.57,490 રૂપિયા ચૂકવવા પડશે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News