HomeBusinessનિફ્ટીએ 17300ની સપાટી વટાવી,સેન્સેક્સ 731 અંક વધ્યો.

નિફ્ટીએ 17300ની સપાટી વટાવી,સેન્સેક્સ 731 અંક વધ્યો.

શેરબજાર

આજે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 731 પોઈન્ટ વધીને 57951 પર છે. નિફ્ટી 226 પોઈન્ટ વધીને 17,328 પર ટ્રેડ કરી રહ્યો હતો.

ટેક મહિન્દ્રા, SBI, WIPRO ના શેરમાં વધારો

સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, એસબીઆઈ, ટાઇટન કંપની, ઇન્ફોસિસ અને અન્યના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા 3.71 ટકા વધીને 1462.85 પર છે. વિપ્રો 2.86 ટકા વધીને 568.00 પર છે. જો કે ઇન્ડસઇન્ડ બેન્ક, લાર્સનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેન્ક 2.21 ટકાના ઘટાડા સાથે 883.60 પર ટ્રેડ કરી રહી હતી. લાર્સન 0.44 ટકા ઘટીને 1890.5 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શુક્રવારે બજાર સપાટ રહ્યું હતું

શુક્રવારે ભારતીય શેરબજારો સપાટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ 77 પોઈન્ટ ઘટીને 57,200 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8.20 પોઈન્ટ ઘટીને 17101 પર બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના શેર સેન્સેક્સ પર બંધ થયા હતા. મારુતિ સુઝુકી 2.99 ટકા ઘટીને 8553.20 પર બંધ થયો. ટેક મહિન્દ્રા 2.43 ટકા ઘટીને 1410.55 પર બંધ રહ્યો હતો. જો કે, એનટીપીસી, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો સહિતના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. NTPC 3.89 ટકા વધીને 140.20 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.85 ટકા વધીને 827.25 બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News