HomeCurrent Affairsશું LRDની પરીક્ષા માં 100માંથી 99 લોકો બેરોજગાર રહી જશે?

શું LRDની પરીક્ષા માં 100માંથી 99 લોકો બેરોજગાર રહી જશે?

પ્રક્રિયા સાત મહિનામાં પૂરી થઈ શકે?

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજનૈતિક પાર્ટીઓ કામે લાગી ગઈ છે અને તેથી બેરોજગારીની અસરને દૂર કરવા માટે અથવા બેરોજગારી ની છાપ ઉપર ધૂળ લગાવવા માટે સરકારે સરકારી નોકરીઓની જાહેરાત કરવાનું શરૂ કયું છે. ગૃહ વિભાગ દ્વારા 10,459 બેઠકો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને સૂત્રો પ્રમાણે કહેવામાં આવે છે કે આ બધી પ્રક્રિયા છથી સાત મહિનામાં પૂરી કરી લેવામાં આવશે. અહીં એક મોટો પ્રશ્ન છે કે જ્યારે આના પહેલાનું પેપર ફૂટી જતું હોય જ્યારે બિન સચિવાલયની જાહેરાત થઇ અને આજદિન સુધી છોકરાઓ છોકરીઓ ને કઈ ન મળ્યું. તો શું આ પ્રક્રિયા સાત મહિનામાં પૂરી થઈ શકે અને થઈ શકે તો કે કઈ રીતે થશે તે વિષે આપણે જાણીએ.

image source: twitter
image source: twitter

LRD સંપૂર્ણ પ્રક્રિયા

LRD ના ઉમેદવારોએ સૌપ્રથમ ojas પરથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના પછી તેઓ ફીસ પેટે રકમ જમા કરાવીને તેઓ પોતાનું રજીસ્ટ્રેશન લેટર ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ તેઓની શારીરિક કસોટી લેવામાં આવશે અને જેમાં પુરુષ ઉમેદવારે ૨૫ મીનીટની અંદર પાંચ કિલોમીટર નું અંતર કાપવું પડશે, જ્યારે મહિલા ઉમેદવારે 9:30 મિનિટની અંદર ૧.૬ કિલોમીટરનું અંતર કાપવું પડશે. જો ઉમેદવાર આનાથી વધુ સમય લે છે તો તેઓ નાપાસ ગણાશે. પાસ થયેલ તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે યોગ્ય ગણવામાં આવશે અને તેઓ લેખિત પરીક્ષા આપી શકશે. લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીના ગુણ  ભેગા થઈને મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરીટમાં ટોપ પર રહેલા લોકોને સરકારી નોકરી આપી શકાશે. પરંતુ ક્યારેય આપી શકાશે તે એક પ્રશ્ન છે?

શું 99 લોકો બેરોજગાર રહી જશે?

ચૂંટણીમાં છબી સારા બનાવવા માટે એવું બની શકે કે આ પ્રક્રિયા વહેલી તકે પૂરી કરવામાં આવે તો આશંકા જાહેર થઈ શકે કે પ્રક્રિયામાં લાલવાડી થઈ શકે. કેમકે આ પ્રક્રિયામાં અંદાજે ૧૦ લાખ લોકો અરજી કરી શકે છે. એનો મતલબ કે સરકારે જાહેરાત કરી હોય અંદાજે દસ હજાર જગ્યાની, એટલે કે એક જગ્યા પર સો જેટલા ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે અને એમાંથી એક જ વ્યક્તિ પાસ થશે. તો બાકી 99 લોકો શું બેરોજગાર જ રહી જશે?

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News