HomeCurrent Affairsકેમ કહેવાયા સરદાર!

કેમ કહેવાયા સરદાર!

પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના ટોચના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. 1947માં આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા હતા.

 

ઉપનામ

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 146 મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા પહેલા ઉપપ્રધાનમંત્રી અને પ્રથમ ગૃહમંત્રી હતા. અખંડ ભારતના ઘડવૈયા અને શિલ્પીકાર સરદાર સાહેબનો જન્મ 31 ઓક્ટોમ્બર 1875માં નડીયાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમનેઘણા ઉપનામથી બોલાવવામાં આવે છે, તેઓને બિસ્માર્ક ઓફ ઇન્ડિયા અને લોહપુરુષ સાથે સરદાર પણ કહેવામાં આવે છે. આજે આપણે જાણીએ કે વલ્લભભાઈ પટેલને સરદાર કેમ  કહેવામાં આવે છે.

સરદારનું બિરૂદ આપવામાં આવ્યું

બિસ્મારકે જર્મનીના નાના-નાના પ્રાંતોને એક કરીને જર્મની બનાવ્યું અને આપણા સરદાર સાહેબે તો એમના કરતાં પણ ૧૪ થી ૧૫ ગણા વધુ નાના પ્રાંતો એટલે કે 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. તેથી તેમને બિસ્માર્ક ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ સાથે ગાંધીજી દ્વારા તેમને લોહપુરુષનું બિરુદ આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રથમવાર 1918 આઝાદીની ચળવળ સાથે તેઓ જોડાયા, ત્યારબાદ ૧૯૨૮માં  બારડોલી સત્યાગ્રહમાં ખેડૂત આંદોલનની ઉગ્ર ચળવળ થઈ. તેનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એ પછીત્યાંની મહિલાઓ દ્વારા વલ્લભભાઈ પટેલને સરદારનું બિરૂદ આપવામાં આવ્યું, અને ત્યારથી બન્યા વલ્લભભાઈ પટેલ આપણા સરદાર.

a

ખુબ ખુબ શ્રદ્ધાંજલિ

આપણા સરદારનું નિધન ૧૫ ડીસેમ્બર ૧૯૫૦માં મુંબઈ ખાતે થયું. અખંડ ભારતના નિર્માણમાં સૌથી મહત્વનો ફાળો આપનાર સરદાર સાહેબની 146 મી જન્મ જયંતીએ DGNationalNews દ્વારા તેમણે ખુબ ખુબ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવે છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News