HomeCurrent Affairsઅસિત વોરાના રાજીનામાથી આખરે આપ નું આંદોલન સફળ..!

અસિત વોરાના રાજીનામાથી આખરે આપ નું આંદોલન સફળ..!

આખરે સરકારે લીધું અસિત વોરા નું રાજીનામુ..

 

હેડ ક્લાર્ક ના પેપર ના ફૂટ્યા બાદ GSSSB ના પેપર ફૂટ્યા બાદ અસિત વોરા ના રાજીનામાં ની માંગ ઉઠી હતી. ત્યારે આખરે 2 મહિના બાદ અસિત વોરા સહિત આઈ. કે . જાડેજા અને બળવંત સિંહે પણ પોતાનું રાજીનમું આપી દીધું છે.

 

અસિત વોરા ના કાર્યકાલ દરમ્યાન બે પેપર ફૂટ્યા હતા, તાજેતર મા ડિસેમ્બર 2021 મા યોજાયેલી હેડ કલાર્ક ની પરીક્ષા માં પેપર લીક થયું હતું. આ પહેલા બિન સચિવાલય ક્લાર્ક નું પેપર 2019 માં લીક થયું હતું. આ બંને વખત GSSSB ના ચેરમેન અસિત વોરા જ હતા.

 

GSSSB હેઠળ હેડ કલાર્ક વર્ગ 3 ની પરીક્ષા હવે 20 માર્ચના રોજ યોજાશે.

 

12 ડિસેમ્બર 2021 માં રોજ યોજાયેલી હેડ ક્લાર્ક નું પેપર ફૂટી જતા સરકાર માં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ અસિત વોરા ને હટાવવાની માંગ ઉઠી હતી. જેમાં આપ અને કોંગ્રેસ દ્વારા અસિત વોરા વિરુદ્ધ  વિરોધ પ્રદશન કરવામાં આવ્યા હતા.

 

 

ઉલ્લેખનિય  છે કે આ પેપર કાંડ ની જાણકારી આપ ના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સૌપ્રથમ આપવામાં આવી હતી.

protest scaled

ત્યાર બાદ તેમણે તરત જ અસિત વોરા ના રાજીનામાં ની માંગણી કરી હતી પરંતુ સરકારે તેમની માંગ ને દબાવી ને અસિત વોરાને બચાવ્યા હતા. ત્યાર બાદ આપના કાર્યકર્તા ઓ દ્વારા કમલમ ખાતે ધારણ કરવામાં આવ્યા હતા જ્યાં ઘણા આપના કાર્યકર્તા જેમકે ગોપાલ ઇટલીયા અને ઇસુદાન ગઢવી સહિત ઘણા કાર્યકર્તાઓ સામે બળપ્રયોગ કરી ને તેમને જેલ માં પુરવામાં આવ્યા હતા અને ભાજપ તરફ થી એક કાર્યકતા એ ઇસુદાન ગઢવી ઉપર તેમની છેડતી નો પણ આરોપ લગાવ્યો હતો.

 

જોકે અંતે સ્વાભાવિક આગામી ચૂંટણી અને પ્રજામાં વધતી અસંતોષ  ના કારણે ભાજપે  અસિત વોરા ની સાથે બીજા બે કાર્યકર્તા ને પદે થી હટાવ્યા હતા.

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News