HomeCurrent Affairsઆસિત વોરાનાં રાજીનામાની માંગ મુદ્દે યુવરાજસિંહ જાડેજા નું સરકારને ૨ દિવસ નું...

આસિત વોરાનાં રાજીનામાની માંગ મુદ્દે યુવરાજસિંહ જાડેજા નું સરકારને ૨ દિવસ નું અલ્ટીમેટમ!!!!

સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી.

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી યુથ વિંગના ઉપપ્રમુખ યુવરાજ સિંહ દ્વારા ગુજરાત સરકારને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આશિત વોરા રાજીનામા બાબતે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું. અને જો બે દિવસ માં આશિત વોરાનું રાજીનામું નહીં લેવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી.

 

આ પહેલા 72 કલાકનો સમય આપ્યા પછી કમલમમાં જઈને  વિરોધ કર્યો.

આ પહેલા પણ યુવરાજ સિંહ દ્વારા સરકારને 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ કમલમમાં જઈને  વિરોધ કર્યો હતો. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. અત્યાર સુધી એક અઠવાડિયા ઉપરના સમયથી પાર્ટીના નેતાઓ ઉપવાસ અનશન પર છે, જેને આખા ગુજરાતમાંથી વિવિધ આગેવાનો અને સઁગઠનો દ્વારા સમર્થન મળી રહ્યું છે. હવે બે દિવસના અલ્ટીમેટમ પછી જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી કઈ રીતે વિરોધ પ્રદર્શન કરે છે.

ગુજરાત સરકાર ચિંતામાં?

આમ આદમી પાર્ટીના બે દિવસના અલ્ટીમેટમ પછી ગુજરાત સરકાર ચિંતામાં જોવા મળી રહી છે અને પોલીસ પણ સમગ્ર મામલે પહેલાથી સજાગ થઈ ગઈ છે હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી શું કરે છે!

read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News