આજે સવારે નર્મદાપુરમ જિલ્લાના સોહાગપુર નજીક કરણપુર ગામમાં એક પેસેન્જર બસ અચાનક પલટી ગઈ હતી. બસ પીપરીયાથી ભોપાલ જઈ રહી હતી.આ અકસ્માતમાં 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સોહાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ અડધો ડઝન ગંભીર રીતે ઘાયલોને નર્મદાપુરમ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મુસાફરોના જણાવ્યા મુજબ બસો અનફીટ હોવા છતાં પણ માર્ગો પર દોડી રહી છે.
MPમાં મુસાફરોથી ભરેલી બસ પલટી, 25 લોકો ઘાયલ
ડ્રાઈવરના જણાવ્યા અનુસાર બસનું સ્ટિયરિંગ લોક થવાના કારણે બસ પલટી ગઈ હતી. ડૉ.સંદીપ સાહુના જણાવ્યા અનુસાર, લગભગ 7 લોકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે, જેને સીટી સ્કેન માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોના પરિજનોએ જણાવ્યું કે ડ્રાઈવર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો તે જ સમયે અકસ્માત થયો.
લગભગ સાત ઘાયલોની નર્મદાપુરમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. જિલ્લા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત મનીષ સોનીએ જણાવ્યું કે અચાનક બસ લોક થઈ ગઈ જેના કારણે બસ અકસ્માત થયો, તે જ બસનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે.