ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. બાળકોને શાળાએ લઈ જતી વાનને સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 10 જેટલા બાળકો ઘાયલ થયા છે. હવે આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સ્કૂલ વાન સર્કલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. બસને ટક્કર માર્યા બાદ કાર પલટી ગઈ હતી. આ વાનમાં બાળકો શાળાએ જતા હતા. સવારે વાન ચાલક બાળકોને શાળાએ લઈ જતો હતો ત્યારે અચાનક બસે તેમને ટક્કર મારી હતી. ગાંધીનગરના સી-6 રોડ પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા બાળકો ઘાયલ થયા છે.
જેમાં 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
ગાંધીનગરના સી-6 રોડ પર આજે સવારે અકસ્માત સર્જાયો હતો. આ વાનમાં બાળકો પણ હતા. વાનમાં સવાર 10 શાળાના વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ 108ની ટીમને રવાના કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ વધુ એક વિદ્યાર્થીને ઈજા થતાં તેને સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોને સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતની જાણ થતાં સ્વજનો પણ ત્યાં પહોંચી ગયા હતા.
Horriable Accident In #gandhinagar pic.twitter.com/PbxzdQVAF8
— Reader’s Nation (@Reader_Nati0n) November 18, 2022