HomeGujaratરખડતા ઢોરથી ઘાયલ નીતિન પટેલ પર ‘આપ’નું નિવેદન.

રખડતા ઢોરથી ઘાયલ નીતિન પટેલ પર ‘આપ’નું નિવેદન.

  • રાજકીય મતભેદો એક તરફ રાખીને મારું કહેવું છે કે, નીતિનભાઈ સાથે ઈજાગ્રસ્ત થવાની જે ઘટના ઘટી તે દુઃખદ છે: સાગર રબારી
  • નીતિનભાઈ ખૂબ ઝડપથી સ્વસ્થ થઇ અને પોતાના નિયમિત કામોમાં લાગી શકે એટલી શક્તિ એમને ઈશ્વર આપે: સાગર રબારી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારીએ તિરંગા યાત્રામાં ભાજપ પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ઈજાગ્રસ્ત થવાના મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કહ્યું કે, પક્ષથી ઉપર ઉઠીને, રાજકીય મતભેદો એક તરફ રાખીને મારું કહેવું છે કે નીતિનભાઈ વડીલ છે, ગુજરાતના રાજકારણમાં એમનું ઘણું યોગદાન છે, અને નીતિનભાઈ સાથે જે ઘટના ઘટી તે દુઃખદ છે. નીતિનભાઈ જલ્દી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. નીતિનભાઈ ખૂબ ઝડપથી સ્વસ્થ થઇ અને પોતાના નિયમિત કામોમાં લાગી શકે એટલી શક્તિ એમને ઈશ્વર આપે.

સાગર રબારીએ આગળ કહ્યું કે, આ બધા સાથે પ્રશ્ન એ છે કે ગાયો રસ્તામાં કેમ આવી? અહીંયા એક ગુજરાતની કહેવત સાબિત થાય છે કે, ‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો’ કેમ કે, ગૌચર એમના જ કોર્પોરેટ મિત્રો ખાઈ ગયા છે. સરકારી પડતરો કોણે વેચ્યા? પશુના હરવા ફરવા અને રહેવા માટેની જે કુદરતી વ્યવસ્થા હતી, તે કુદરતી વ્યવસ્થા તેમણે તેમના કોર્પોરેટ મિત્ર ના હિતાર્થે લાભાર્થે આખી અસ્ત વ્યસ્ત કરીને ખોરવી નાખી, હવે ક્યાંય જગ્યા નથી બચી એટલે આ ગાયો અને નંદીઓ જ્યાં જગ્યા દેખાય ત્યાં આશરો શોધે છે.

આપણે જાણીએ છીએ કે દીપડા જેવા, સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ માનવ વસ્તીમાં આવી રહ્યા છે. અવાર નવાર કોઈક ને કોઈક નો ભોગ લેવાય છે. આ કેમ થાય છે? તેનું પાપ હાલનો જે સત્તા પક્ષ છે, જેનો કોર્પોરેટ પ્રેમ જગજાહેર છે એના માથે જાય છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News