અમદાવાદના કુબેરનગરના પરિવાર બાવળાના ધીંગડા ગામ પાસે સાળંગપુર જઈને પરત ફરી રહ્યા હતા. ધીંગડા ગામ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં પરિવારજનોએ 108ને ફોન કર્યો હતો.બગોદરા વાનના પાયલોટ લાલજીભાઈ જીજુવાડિયા અને કલ્પેશ જાનીએ સ્થળ પર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા.
108ના કર્મચારીઓએ અકસ્માતમાં ઈજાગ્રસ્તોના સ્વજનોને રોકડ રસીદો, જરૂરી દસ્તાવેજો વગેરે પરત કરી માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.
બીજી તરફ ઇજાગ્રસ્તોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે રીફર કરાયા હતા. આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના મહિલા તબીબ વહેલા ઘરે જતી અને ફરજ પર મોડા આવતા રેડ ડોકટર ઈમરજન્સીમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સારવાર કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ આરોગ્ય કેન્દ્રોમાં સરકારી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં હોવાથી ગરીબ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.