HomePoliticsખેડૂતો ને ફળી દેવદિવાળી, કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત

ખેડૂતો ને ફળી દેવદિવાળી, કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે દેશ ને સંબોધન કર્યું હતું અને જણાવ્યું કે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવામાં આવશે.


વડાપ્રધાને દેશવાસીઓ ને દેવદિવાળી અને ગુરુનાનક જયંતી ની શુભેચ્છા પાઠવી હતી ત્યાર બાદ તેમને ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી અને સાથે તેમને ખેડૂતો ની માફી માંગી હતી અને તેમને સંબોધતા જણાવ્યુ કે “તમે તમારા ઘર પરિવાર જોડે પરત ફરો અને એક નવીન શરૂઆત કરો ”

પ્રકાશપર્વ દેવદિવાળી ઉપર મોદીનું સંબોધન સવારે 9 વાગે શરુ થયું હતું અને 18 મિનિટ સુધી ના સંબોઘન માં તેમને ખેડૂતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે- અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. દેશના કૃષિ જગતના હિતમાં ગ્રામીણ ગરીબોના હિતમાં સંપૂર્ણ સહકાર આપવાના ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ અમે કેટલાક ખેડૂતોને તેમના હિતમાં શું હતું તે સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. છતાં ખેડૂતોનો એક વર્ગ વિરોધ કરી રહ્યો હતો. અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘અમે કૃષિ કાયદો પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી કે તમે તમારા ઘરે પાછા જાઓ, ખેતરમાં જાઓ, પરિવાર સાથે પાછા જાઓ અને નવી શરૂઆત કરો.

કૃષિકાયદા પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “આજે પ્રકાશપર્વના દિવસે મોટી ખુશખબર મળી. ત્રણ કૃષિકાયદા રદ. 700 કરતાં વધારે ખેડૂતો શહીદ થઈ ગયા. તેમની શહાદત અમર રહેશે.”

ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2020 ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મજૂરી અપાઈ હતી અને રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બરે ત્રણેય કાયદાના પ્રસ્તાવ ઉપર હસ્તાક્ષર કર્યા હતા . ત્યારથી ખેડૂત સંગઢનો આ કાયદા નો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષ થી ખેડૂતો દિલ્હી ની બોર્ડર પાર અંદોલન કરી રહયા છે

 

Read more

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News