અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી લેવાતા કાર્યકર્તાઓ અને AMCના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.જેના લીધે સામાન્ય નાગરિકો ને ટ્રાફિક જામ નો સામનો કરવો પડ્યો હતો. આ ઉપર થી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક BJP પંજાબ ના પરિણામ બાદ આમ આદમી પાર્ટી થી ડર લાગી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે “ધ કાશ્મીર ફાઇલ્સ” ને લઈને આપેલા નીવેદન ને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તેમની પર હુમલો ન થાય એને ધ્યાનમાં રાખીને રોડ-શો તથા ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા આજે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ કમિશનર ને જાણ કરી હતી.
BJP’s AMC has lost it
They have deployed 4 trucks to remove AAP banners across city.
Congress banners don’t get removed after ever 4 days. Why AAP banners get removed just in few hours? pic.twitter.com/1BZDKk0wbO
— Dr Safin (@HasanSafin) April 1, 2022
CM અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ.
2 એપ્રિલના રોજ સવારે તેઓ ગાંધીઆશ્રમ ખાતે જશે, જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે તેઓ નિકોલ ખાતે રોડ શો કરશે. નિકોલના ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50000 લોકો હાજર રહેશે.
બીજા દિવસે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.
અન્ય સમાચાર
- ગુજરાતને GST પેટે વિક્રમી આવક, ગત વર્ષે રૂ. ૮૬,૭૮૦ કરોડની વસૂલાત
- કર્ણાટક સરકાર દેશમાં સૌથી ભ્રષ્ટ છે: રાહુલ ગાંધીએ બેંગલુરુમાં ભાજપની ટીકા કરી