ગુરુવારે (20 એપ્રિલ) પૂંચ-જમ્મુ હાઇવે પર સેનાના એક વાહનમાં આગ લાગી હતી. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ જણાવ્યું કે પૂંચ જિલ્લામાં આર્મીની ટ્રકમાં આગ લાગવાથી સેનાના પાંચ જવાનો માર્યા ગયા. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આ ઘટનાની જાણકારી રક્ષા મંત્રી રાજનાથને આપી છે.
ભારતીય સેનાએ કહ્યું, ‘અજ્ઞાત આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓ દ્વારા સંભવિત ગ્રેનેડ હુમલાના કારણે વાહનમાં આગ લાગી હતી.
The troops were part of a convoy that came under attack by terrorists in J&K’s Poonch: Army sources https://t.co/UG2QOjbzJk
— ANI (@ANI) April 20, 2023
સેનાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના સૈનિકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. અન્ય એક ગંભીર રીતે ઘાયલ જવાનને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ મામલાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં આ ઘટના બની તે પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
Grenades lobbed by terrorists possibly led to truck catching fire, killing 5: Army
Read @ANI Story | https://t.co/xEulIl5uki#Poonch #JK #IndianArmy pic.twitter.com/jg1LFCxnQr
— ANI Digital (@ani_digital) April 20, 2023
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો હતો
બીજી તરફ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂંચ જિલ્લામાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે તે આ દુર્ઘટનાથી દુખી છે. જ્યાં ટ્રકમાં આગ લાગવાને કારણે ભારતીય સેનાએ પોતાના બહાદુર જવાનોને ગુમાવ્યા છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
Anguished by the tragedy in Poonch District (J&K), where the Indian Army has lost its brave soldiers after a truck caught fire. In this tragic hour, my thoughts are with the bereaved families.
— Rajnath Singh (@rajnathsingh) April 20, 2023