અમદાવાદઃ અમદાવાદમાં 2002ના નરોડા ગાંવ રમખાણોના કેસમાં આજે એક વિશેષ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો. 100 થી વધુ દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી. આરોપીનું પ્રોડક્શન કોર્ટ રૂમમાં લેવામાં આવ્યું હતું. બે આરોપીઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. પૂર્વ મંત્રીઓ માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટનો નિર્ણય 21 વર્ષ બાદ આવ્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
અમદાવાદના નરોડા ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 2002ના ગોધરા રમખાણો પછીના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ દ્વારા આ કેસમાં અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે નરોડા ગામ હત્યાકાંડમાં પોલીસે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. વિશેષ અદાલત આજે પૂર્વ મંત્રી માયા કોડનાની સહિત 69 આરોપીઓ વિરુદ્ધ પોતાનો ચુકાદો સંભળાવશે.
શું હતી સમગ્ર ઘટના?
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના કોચને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. તેના જવાબમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, આ કેસમાં નરોડા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 98/2002 નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે 28 આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય 50 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.