HomeNationalવિક્રમ સંવત 2078નું પહેલું અને 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ.

વિક્રમ સંવત 2078નું પહેલું અને 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ.

  • 19મી નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે 32 મિનિટે થી 5:34 મિનિટ સુધી આ ચંદ્રગ્રહણ  લાગવાનો છે. આ ગ્રહણનું સૂતક સમય 18 નવેમ્બર રાત્રે 2:00 થી સાંજે 5:34 મિનિટ સુધી રહેશે.

ભારત પર શું અસર?

વિક્રમ સંવત 2078 નું પહેલું અને અંગ્રેજી કેલેન્ડર 2021 નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ કાર્તિક પૂર્ણિમાના શુક્લ પક્ષ તિથિએ તારીખ ૧૯ નવેમ્બરે લાગવાનો છે. આ ચંદ્રગ્રહણની શું છે ખાસ વાતો અને તેની ભારત પર શું અસર પડે છે તે આપણે જાણીએ.

 મોટો ચંદ્રગ્રહણ

19મી નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે 32 મિનિટે થી 5:34 મિનિટ સુધી આ ચંદ્રગ્રહણ  લાગવાનો છે. આ ગ્રહણનું સૂતક સમય 18 નવેમ્બર રાત્રે 2:00 થી સાંજે 5:34 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ વૃષભ રાશિમાં લાગવાનો છે. આ ગ્રહણને ખંડગ્રાસ ગ્રહણ કહેવામાં આવે છે. આ ખૂબ જ લાંબો ગ્રહણ છે જે અંદાજે પાંચ કલાક જેટલા સમય લાગવાનો છે અને અંદાજે ઘણા વર્ષો પછી આટલો મોટો ચંદ્ર ગ્રહણ લાગી રહ્યો છે.

સુતકના નિયમો લાગુ પડતા નથી

આ ગ્રહણ મુખ્યત્વે પૂર્વ એશિયા, યુરોપ, અમેરિકા અને તેમજ પ્રશાંત મહાસાગરમાં દેખાશે. આ સિવાય ભારતમાં આ ચંદ્રગ્રહણ  વધુ જોવા નહીં મળે, પરંતુ પૂર્વોત્તરના રાજ્ય આસામ અને અરૂણાચલ પ્રદેશમાં થોડા સમય માટે ગ્રહણ જોવા મળી શકે છે. આખા ભારતમાં આ ગ્રહણને લઇને કોઇપણ સુતકના નિયમો લાગુ પડતા નથી, કારણ કે ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી પરંતુ વૈશ્વિક સ્તરે જે ગ્રહણની અસર થતી હોય તે ભારતમાં પણ જોવા મળી શકે છે.

ખગોળીય ઘટના
ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વૈજ્ઞાનિકોના તરીકે તે એક ખગોળીય ઘટના છે જે અમુક સમય અંતરે બ્રહ્માંડમાં બનતી હોય છે. આ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને લઈને બધા વૈજ્ઞાનિકોમાં ઉત્સુકતા બની રહે છે. અને આ ચંદ્રગ્રહણને એમ તો નરી આંખે જવાની ના પાડવામાં આવે છે પરંતુ ટેલિસ્કોપ વડે આખી ઘટના જોવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણની સ્થિતિ સર્જાઈ છે અને આ રીતે જ આ વખતે ચંદ્રગ્રહણ થવાનો છે.

 

read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News