HomeNationalદિલ્હી: ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટોયલેટમાંથી બાળકનો મૃતદેહ મળ્યો

દિલ્હી: ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટોયલેટમાંથી બાળકનો મૃતદેહ મળ્યો

એક ચોંકાવનારી ઘટનામાં, દિલ્હીના શાહદરામાં એક જાહેર શૌચાલયની અંદર 3 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

છોકરાની લાશ શાહદરાના ઝિલમિલ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મળી આવી હતી.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (શાહદરા)ના જણાવ્યા અનુસાર, સાર્વજનિક શૌચાલયની અંદર એક બાળક પડેલું હોવાનો ફોન આવ્યો હતો.

ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસ ટીમને બાળકના અંડરગાર્મેન્ટ, બિસ્કિટનું પેકેટ અને તેના શરીર પાસે કેટલાક પૈસા મળ્યા હતા.

આ પણ વાંચોઃ MP: પાંચ દિવસ પહેલા બોરવેલમાં પડેલા આઠ વર્ષના છોકરાનું મોત, મૃતદેહ બહાર આવ્યો

દિલ્હી પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

“મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. બાળકના શરીર પર કોઈ દેખીતી બાહ્ય ઈજાઓ નથી કે ગળું દબાવવાના કોઈ નિશાન નથી. અમારે પોસ્ટમોર્ટમના પરિણામની રાહ જોવી પડશે,” ડીસીપીએ કહ્યું.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News