સફાઈ સુંદરતા આપી જાય છે
કોઈ પણ જાતની સફાઈ સુંદરતા આપી જાય છે પરંતુ જ્યારે સફાઈ દિવાળીની હોય ત્યારે સૌથી મોટી સફાઈ એટલે કે આખા વર્ષના ટેન્શનની સફાઈ મનથી થાય છે અને આ સફાઈ નવ ઉમંગ આપી જાય છે અને સૌને તરો-તાજા કરી જાય છે.
પુરુષો પણ સફાઇમાં સરખો ભાગ લે
જૂના સમયમાં મકાન ન હતા ત્યારે રોજ ઘરને લિપિને સફાઈ કરવામાં આવતી. એના પછી પાકાં ઘરમાં દર વર્ષે ચુનો લગાવવાની પ્રથા ચાલુ કરવામાં આવી. પછી આવ્યા કલર, તો પછી પાંચ વર્ષ કલર કરવા લાગ્યા. ટાઈલ્સનો ટ્રેન્ડ આવતા હવે દર વર્ષે ખુણેખુણે સફાઈનો ટાઈમ આવે છે. હવે સફાઈ એટલે બધાં બારી-બારણાં સાફ કરવું, ઘર ધોવું એજ પણ આ સફાઈની એક વિશેષતા છે અને એ છે કે ફક્ત મહિલાઓ નહી, પરંતુ પુરુષો પણ સફાઇમાં સરખો ભાગ લે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પણ મનાવે છે દિવાળી
દિવાળીને બે દિવસ બાકી છે. ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તેહવાર કે જેને પોતે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ મનાવે છે એ દિવાળી. દિવાળી એટલે ફટ ફટ ફુટતા ફટાકડા, ઘરના આંગણે જુદા જુદા રંગોની રંગોળી અને આખા વરસમાં થતી ઘરની સૌથી મોટી સફાઇ. હવે જ્યારે મહિલાઓ પોતે પણ કામે જતી હોય ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસ સફાઈ માટે ખૂબ જ મહત્વ હોય છે. અને દિવાળીની સફાઈ એટલે છોકરાઓને પોતાના જૂના રમકડા પણ જોવા મળે, ઘરના ખૂણે-ખૂણેથી કરોળિયાના જાળા દૂર થતાં મળે, ઘરમાં કયા વાસણ હવે રીટાયર થવાના છે તેની મુલાકાત પણ થાય અને કયા કપડા ની વિદાય થવાની તે પણ ખબર પડે.
