HomeGujaratજામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં...

જામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહી છે.  જેના કારણે લોકો સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ કડી માં વધુ એક નામ જોડાઈ રહ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા જે 1995 થી 2015 સુધી કોર્પોરેટર પણ રહી ચુક્યા છે અને વ્યવસાયિક રૂપે 2010 થી તે સાડી બિઝનેસ એસોસિએશન ના પ્રમુખ રીતે કાર્યરત છે. તે અરવિંદ કેજરીવાલની હાજરી માં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલ ના હાથે ટોપી અને ખેસ પહેરીને કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અરવિંદ કેજરીવાલની વિચારધારા અને દિલ્હીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો થી પ્રભાવિત થઈને કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે તેમણે એ પણ જોયું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બધી બાબતો જોઈને કનકસિંહ જાડેજા એ નક્કી કર્યું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગુજરાતની જનતાની સેવા કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત ની રાજનીતિ માં બદલાવ અવશ્ય લાવશે એ નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં વીજળી મુદ્દે, રોજગારી મુદ્દે,વ્યાપારીઓ ની સમસ્યાના મુદ્દે અને આદિવાસી સમાજ ને ગેરેંટી આપી ચુકી છે. તેના કારણે આમ આદમી પાર્ટી નું પ્રભુત્વ હવે ગુજરાતના દરેક નાગરિક પર અસર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ સરકાર બન્યા ના 3 મહિના પછી દરેક પરિવારને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની ગેરેંટી આપી છે. ‘આપ’ ની આવી ભેટ ના કારણે આજે ગુજરાત માં ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગ ના પરિવાર માં આનંદ નો માહોલ છે.

કનકસિંહ જાડેજા ના આમ આદમી પાર્ટી માં જોડાવા થી ભાજપ ને એક મોટો ફટકો પડ્યો છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News