HomeGujaratગાંધીનગર ૧૨.૭ ડિગ્રી સાથે ઠંડુંગાર, અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી

ગાંધીનગર ૧૨.૭ ડિગ્રી સાથે ઠંડુંગાર, અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી

ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગાંધીનગરમાં 12.7 ડિગ્રી સેલ્સિયસ ઠંડીની રાત્રિ નોંધાઇ હતી જ્યારે નલિયામાં સરેરાશ લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે અને સરેરાશ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા છે.

રાજ્યમાં અન્યત્ર, વડોદરામાં 13.6, અમરેલી-જૂનાગઢ 14, ડીસા 15.1, રાજકોટ 15.8, ભાવનગર 16.6, પોરબંદર-સુરત 17, ભુજ 17.4, કંડલા 17.6 સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર-પાંચ દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં ફેરફારની શક્યતા ઓછી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News