અમદાવાદ : હાલ ગુજરાતમાં ચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તમામ પક્ષો મતદારોને પોતપોતાના સમીકરણ સમજાવવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાશે. તમને જણાવી દઈએ કે આજે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા. સંજય સિંહ, AIMIM પ્રમુખ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જાહેર સભાને સંબોધશે.
પીએમ મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગ્યે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. સુરેન્દ્રનગર બપોરે 12 કલાકે જાહેરસભાને સંબોધશે. બપોરે 1 કલાકે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. બપોરે 2 કલાકે જંબુસર ખાતે જાહેરસભાને સંબોધશે. બપોરે 3.00 કલાકે નવસારી માટે પ્રસ્થાન. તેઓ નવસારીમાં સાંજે 4 કલાકે જનસભાને સંબોધશે. નવસારીથી સાંજે 5 વાગ્યે સુરત એરપોર્ટ જવા રવાના થશે ત્યારબાદ સુરતથી દિલ્હી જવા રવાના થશે.
અમિત શાહનો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણી સભાઓને સંબોધશે. સવારે 11 કલાકે દ્વારકાના ખંભાળિયા, 1 કલાકે ગીરસોમનાથના કોડીનાર, બપોરે 3 કલાકે જૂનાગઢના હાટીનાના માળીયા અને સાંજે 6.30 કલાકે ભુજમાં જનસભાને સંબોધશે.
રાહુલ ગાંધી પણ ગુજરાતમાં
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બે ચૂંટણી રેલીઓને સંબોધશે. તેઓ આજે બપોરે 1 કલાકે સુરતના મહુવાના પાંચચક્ર ગામે અને બપોરે 3 કલાકે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ચૂંટણી સભાને સંબોધશે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. સંખેડા ભાજપના ઉમેદવાર અભિષેક તડવીના સમર્થનમાં બપોરે 1 વાગ્યે સભાને સંબોધશે. આ સાથે પોરબંદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયાના ચૂંટણી પ્રચાર સંદર્ભે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચોપાટીમાં બેઠક કરશે.
કેજરીવાલ અને ભગવતમાન પણ ગુજરાતમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 5 વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ઉમરગામમાં 11:00 કલાકે, કપરડામાં 3:00 કલાકે, ધરમપુરમાં 5:00 કલાકે અને વાંસદામાં 6:00 કલાકે રોડ શો કરશે.
રાઘવ ચઢ્ઢા 5 રોડ શો અને 3 જાહેર સભા કરશે
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. તેઓ આજે 5 રોડ શો અને 3 જાહેરસભાને સંબોધશે. તેઓ આજે સાંજે 4:00 કલાકે ધાંગધરા ખાતે રોડ શો અને સાંજે 7:00 કલાકે ચોટીલા ખાતે જાહેર સભાને સંબોધશે.
આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સાંજે 4 વાગ્યે વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાના સમર્થનમાં બાઇક રેલીમાં ભાગ લેશે.
અસુદ્દીન ઓવૈસીનો ગુજરાત પ્રવાસ
AIMIM પ્રમુખ અસુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. દાણીલીમડાના ઉમેદવાર કૌશિક પરમારના સમર્થનમાં તેઓ રાત્રે 8 કલાકે ચૂંટણી સભા કરશે.