HomeCOVID-19ગુજરાત સરકારે જાહેર કરી કોરોનાની નવી ગાઇડલાઇન.

ગુજરાત સરકારે જાહેર કરી કોરોનાની નવી ગાઇડલાઇન.

 

ખાસ વાતો

આજરોજ મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમ રદ કરતાની સાથે તમામ જિલ્લાના કલેકટર સાથે મિટિંગ કરી અને કોરોનાની સંદર્ભે નવી ગાઇડલાઇન જાહેર કરી તો આવો જાણીએ આ નવી ગાઇડલાઇન માં કઈ ખાસ વાતોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન

મુખ્ય આઠ મહાનગરો માં એક કલાકનો રાત્રી કર્યો લંબાવવામાં આવ્યો છે આની સાથે ધોરણ ૧થી ૯ના ઓફલાઈન શિક્ષણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે લગ્ન પ્રસંગે,સામાજિક અને  સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મહત્તમ 400 લોકોની મર્યાદા મૂકી દેવામાં આવી છે સાથે લગ્ન પ્રસંગ માટે ગુજરાત ડિજિટલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ તમામ હોટેલ- રેસ્ટોરેન્ટને ૭૫ ટકાની સાથે રાત્રે દસ વાગ્યા ખોલવાની છૂટ આપી છે  ત્યારબાદ  ૧૧ વાગ્યા સુધી હોમ ડિલિવરીનો સમય આપવામાં આવ્યો છે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્ટેડિયમાં પ્રેક્ષકો વગર રમત ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે સાથે જ સ્વિમિંગ પૂલ,કોચીંગ સેન્ટરો ને  50% મર્યાદા સાથે ચાલુ રાખી શકાશે.

  ત્રીજી લહેરની શરૂઆત

આજે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં 5396 કેસ નોંધાયા છે જેથી એક્ટિવ કેસોની સંખ્યા ૧૫,૦૦૦થી વધી ગઈ છે છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં 2281 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 1350 કેસ નોંધાયા છે આ આંકડા ત્રીજી લહેરની શરૂઆત દર્શાવી રહ્યા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News