લોકપ્રિય ગુજરાતી સિંગર અને ગરબા કિંગ કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર જોર પકડી રહ્યા છે. આજથી પાંચ વર્ષ પહેલાં કિંજલ દવેની સગાઈ પવન જોષી નામના યુવક સાથે તેના વતન જેસંગપરામાં પરંપરાગત રીતે થઈ હતી.
સગાઈના વિરામ બાદ સોશિયલ મીડિયા પરથી તસવીરો હટાવી દેવામાં આવી છે
હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બંનેની સગાઈ સાટામાં થઈ હતી . જેમાં આકાશની સગાઈ કિંજલના મંગેતર પવન જોષીની બહેન સાથે થઈ હતી. પરંતુ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી કિંજલની સગાઈ પણ રદ થઈ ગઈ છે. ખબર છે કે સગાઈ તોડ્યા બાદ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.
કિંજલ દવે જેનો જન્મ 20 નવેમ્બર 1999 ના રોજ ઉત્તર ગુજરાતના પાટણના નાના ગામ જેસંગપરામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તે શાળામાં ભણતી ત્યારે પણ ગરબા, લોક ડાયરા જેવા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રજા લેતી હતી.