બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે યુવા નેતા હાર્દિક પટેલને પ્રચારકમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.
ભાજપના ટોચના 10 પ્રચારકો
- ગોરધન ઝાફિયા
- અલ્પેશ ઠાકોર
- નંદાજી ઠાકોર
- શંકરભાઈ ચૌધરી
- ભાર્ગવ ભટ્ટ
- દેવસિંહ ચૌહાણ
- જસવંતસિંહ ભાભોર
- હીતુ કનોડિયા
- રમીલા બેન બારા
- રજની પટેલ
હાર્દિક પટેલ કોંગ્રેસમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી હતી. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા ત્યારે આ બંને નેતાઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક પણ હતા. ભાજપે પ્રથમ તબક્કાના પ્રચારકોને બીજા તબક્કાથી દૂર રાખીને 10 નવા નેતાઓને સામેલ કર્યા છે. બીજા તબક્કા માટે કુલ 40 સ્ટાર પ્રચારકો હશે.