HomeGujaratગુજરાતની 1275 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક!!!!

ગુજરાતની 1275 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક!!!!

જ્યારે તમે હેડિંગ વાંચી હશે તો તમે આશ્ચર્યમાં પડી ગયા હશો કે ગુજરાતમાં 1275 સ્કૂલ ની અંદર ફક્ત એક જ શિક્ષક છે પરંતુ આવું અમે નથી કહેતા આવું કહે છે યુનેસ્કો સ્ટેટ એજ્યુકેશન કમિટી-2021 નો રિપોર્ટ. તો આવો જાણીએ કે સમગ્ર મામલો છે શું અને રિપોર્ટમાં ગુજરાતની શાળાઓ વિશે શું ચિંતા વ્યક્ત કરવામાં આવેલ છે?

ગુજરાત સરકારનો દાવો

યુનેસ્કો  ના સ્ટેટ એજ્યુકેશન કમિટી- 2021 નો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યું છે અને  રિપોર્ટમાં ગુજરાતની સ્કૂલોને લઈને ગંભીર બાબતો દર્શાવવામાં આવેલી છે  રિપોર્ટ ના અનુસાર ગુજરાત રાજ્યના 1275  પ્રાથમિક સ્કૂલો એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે અને ગુજરાત સરકારનો દાવો કહે છે કે ૭૦૦ થી વધુ સરકારી શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે આ ખૂબ જ ગંભીર બાબત છે જ્યારે સરકાર પોતાના જ સરકારી શાળાઓની વાત કરતી હોય અને એમાં ૭૦૦થી વધુ સ્કૂલ એવી નીકળતી હોય કે જાય એક જ શિક્ષક હોય તો આ મામલો ખુબ જ ગંભીર બની જાય છે અને તેથી જ માનવ અધિકાર આયોગ દ્વારા નોંધ લેતા ગુજરાત સરકાર પાસેથી આ મામલે ખુલાસો માગવામાં આવેલ છે.

Non qualified શિક્ષકો

ગુજરાતમાં  આ શિક્ષકો ની કમી ગ્રામ્ય વિસ્તારમાં ૮૭ ટકા છે કે જ્યાં ભણતરની ખૂબ જ જરૂર છે ત્યાં એક શિક્ષકો દ્વારા આખી શાળાનું સંચાલન થાય છે આજે 54781 શાળાઓમાં 53% મહિલાઓ છે આ સિવાય આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા વધારે શિક્ષકો non qualified છે અને એ લોકો છોકરાઓને ભણાવે છે રાજ્યમાં ૧૭ ટકા શિક્ષકોની જગ્યા ખાલી છે જેની સરકાર આજદિન સુધી ભરતી થતી નથી આ મામલે ગુજરાત પંજાબ અને દિલ્હી જેવાં રાજ્યો થી ઘણો પાછળ છે જે ચિંતાનો વિષય છે અને  આ દાવો પણ કરવામાં આવ્યો છે કે ૨૫ ટકા ક્લાસરૂમ ખરાબ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે એટલે કે જર્જરિત હાલતમાં છે.

યુનેસ્કોની રિપોર્ટ

ભણતર એ દરેક રાજ્ય અથવા દેશ માટે ખૂબ જ મહત્વનો મુદ્દો હોવો જોઈએ અને જ્યારે યુનેસ્કોની રિપોર્ટ ગુજરાત રાજ્ય વિશે આવો ખુલાસો કરતી હોય ત્યારે ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ગંભીર બાબત બની જાય છે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત રાજ્ય સરકાર આ  મામલે  શું  સ્પષ્ટતા આપે છે?

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News