HomeGujaratભાજપમાં ભંગાણ: ઝીંઝાવદર ગામ ના વર્તમાન સરપંચ અને 3 પૂર્વ સરપંચ પણ...

ભાજપમાં ભંગાણ: ઝીંઝાવદર ગામ ના વર્તમાન સરપંચ અને 3 પૂર્વ સરપંચ પણ ભાજપ છોડીને ‘આપ’માં જોડાયા

બોટાદ વિધાનસભા માં ભાજપમાં ભંગાણ પડ્યું છે. બોટાદ જિલ્લાના મોટા ઝીંઝાવદર ગામના ગ્રામજનોએ આમ આદમી પાર્ટી ના ભાવનગર લોકસભાના અધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણા ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કર્યું. બોટાદ ભાજપ ઓબીસી સેલના પ્રમુખનું ‘આપ’માં જોડાવાથી બોટાદ વિધાનસભા ના મોટા ઝીંઝાવદર ગામે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. ભાજપના હાલના બક્ષીપંચ મોરચાના તાલુકાના પ્રમુખ સહિત સરપંચ, પૂર્વ સરપંચો,ગ્રામ પંચાયતના સભ્ય, અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભા ના અધ્યક્ષ, પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણા ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી લેતા ભાજપ માં સન્નાટો વ્યાપી ગયો છે.

મોટા ઝીંઝાવદર ગ્રામ પંચાયતના સરપંચ દિલુભાઈ આલાભાઈ ખાચર, ઉપસરપંચ, બાબુભાઇ નારણભાઈ, પંકજભાઈ, માજી સરપંચ ભરતભાઈ કાનાભાઇ પરમાર, સહિત સભ્યો જયપાલભાઈ ટાંક, અનિરુદ્ધભાઈ ધાધલ, સહિત આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે.ભાજપ ઓબીસી મોર્ચા તાલુકા પ્રમુખ,ભરતભાઈ અરજણભાઈ ચવ્હાણ અને તેમની ટીમ, ભાજપ યુવા મોર્ચા ના આગેવાન પુથ્વીરાજભાઈ ચૌહાણ, હકુભાઇ ખાચર, સહિત ગામના યુવાનો મળી 70 થી 75 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ પૂછતાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવેલ કે અરવિંદ કેજરીવાલ ના વિચારો અને નીતિ જેવી કે મફત વીજળી ,સારું આરોગ્ય, વર્લ્ડ ક્લાસ શિક્ષણ ,યુવાનોને રોજગાર ની ગેરેન્ટી, યુવાનોને બેરોજગારી ભથ્થું, ખેડૂતોનું દેવું માફ, મહિલાઓ માટે મફત મુસાફરી સહિતના લોક હિત ના મુદ્દાને ધ્યાને લઈ આજે ગ્રામજનો આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભા ના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટીના આગેવાન લાલજીભાઈ વાઘેલા, એસ.સી સેલ જિલ્લા પ્રમુખ, દેવાંગભાઈ વડોદરિયા, બોટાદ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી અભિષેકભાઈ સોલંકી, CYSS પ્રદેશ નેતા નિકુંજ ભાઈ ભારાડીયા, બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી, બોટાદ જિલ્લા લઘુમતી પ્રમુખ ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News