HomeGujaratઆપ નેતાઓના ઉપવાસ પર આજે બીજો દિવસ

આપ નેતાઓના ઉપવાસ પર આજે બીજો દિવસ

ઉપવાસ નો બીજો દિવસ

ગઈકાલે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ નેતા મહેશસાવાણી અને ગુજરાત ના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસકોન્ફેરેન્સ કર્યા પછી આમરણ અનશનની શરૂઆત કરી અને આજે તેમના ઉપવાસ નો બીજો દિવસ છે અને તેમના સમર્થન માં આજે ગુજરાત ના ખૂણે ખૂણે થી ઉપવાસ આંદોલન ની શરૂઆત  થઇ છે તો આવો જાણીયે સમગ્ર મામલો છે શું ?

WhatsApp Image 2021 12 23 at 5.31.49 PMWhatsApp Image 2021 12 23 at 5.31.48 PM
WhatsApp Image 2021 12 23 at 5.31.45 PMWhatsApp Image 2021 12 23 at 5.26.43 PM

 

શક્તિ પ્રદર્શન

આજના રોજ સવારથી જ આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ જુદા જુદા સ્થળે અનશન પર બેસી ગયા સુરત, વડોદરા, બોટાદ, રાજકોટ, ભાવનગરમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું ત્યારબાદ પોલીસ દ્વારા તમામ જગ્યાએ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને ઉપાવાસ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસ સ્ટેશનની અંદર જ ઉપવાસ પર બેસી ગયા અને પેપર લીક કૌભાંડ મામલે આસિત વોરા ના રાજીનામાના સમર્થનમાં ઉપાવાસ ચાલુ રાખ્યા.

રાજીનામું લઈને જ માને છે?

હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી જે મુદ્દાને લઈને અનશન શરૂ કર્યા છે એ મુદ્દાનો અંત કઈ રીતે આવે છે અને શું આમ આદમી પાર્ટી આસિત વોરાનું  રાજીનામું લઈને જ માને છે કે આમ આદમી પાર્ટી અનશન પૂર્ણ  કરે છે?

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની ભરતી પરીક્ષાના પેપર કૌભાંડમાં બોર્ડના ચેરમેનના રાજીનામાની માંગણી બાદ મુખ્યમંત્રીએ બોર્ડના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. , આજે રાત સુધીમાં તેની જાહેરાત થાય તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાને પેપર લીકની ઘટના માટે જવાબદાર વોરા અને અન્યો સામે કડક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર #Resign_Asitvora નામનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

 Read More

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News