અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં કેટલી ગેરંટી આપી અને તેનાથી તમને શું થસે લાભ જુઓ અહી
વિધાનસભા 2022 ની ચૂંટણી ને ધ્યાન માં રાખીને ભાજપ ની સામે ટક્કર લેવા માટે આપ તૈયાર છે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના કન્વીનર અરવિંદ કેજરીવાલે છેલ્લા ઘણા સમય થી ગુજરાત ની જનતા ને કેટલીક ગેરન્ટીઓ આપી છે. જો 2022 ની ચૂંટણી માં આપ ગુજરાત માં ચૂંટાશે તો તેઓ કયા કાર્ય કરશે તેની ઉપર નજર નાખીયે
કેજરીવાલની પહેલી ગેરંટી ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી
જો ગુજરાત માં આપ ની સરકાર બનશે તો પંજાબ અને દિલ્હી ની જેમ ગુજરાત ની જનતા ને પણ 1લી માર્ચથી પ્રજાને 300 યુનિટ મફત વીજળીનો લાભ મળશે
કેજરીવાલની બીજી ગેરંટી બેરોજગારોને માસિક 3000 ભથ્થુ
વેરાવળ માં એક સભા ને સંબોધતા કેજરીવાલ જી એ બીજી ગેરંટી આપી હતી કે પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે. . જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે .10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. સહકારી સંસ્થાઓમાં પૈસા થી મળતી નોકરી બંધ કરવામાં આવશે.જે લાયક હશે તેને જ નોકરી આપીશું
કેજરીવાલની ત્રીજી ગેરંટી મહિલાઓને દર મહિને 1 હજાર
અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં કેજરીવાલે મહિલાઓને અને પોલિસકર્મી ઓને આપી મોટી ગેરંટી.
દર મહિને 18 વર્ષથી ઉપરની મહિલાઓને બેંક ખાતામાં 1000 રૂપિયાની સન્માન રાશિ આપવાનો વાયદો કર્યો.
ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાનું વચન પણ કેજરીવાલે આપ્યું હતું.
કેજરીવાલની ચોથી ગેરંટી ખેડૂતો ને બે લાખ સુધીની લોન માફ
દ્વારકા ખાતે યોજાયેલી સભા માં કેજરીવાલ જી એ કહ્યું હતું કે જો તમેની પાર્ટી ગુજરાત માં સરકાર બનાવશે તો ખેડુતો ને દિવસના 12 કલાક વીજળી અને પાક નિષ્ફળ જવા ઉપર એકર દીઠ 20000 રૂપિયા ની ગેરંટી આપવામાં આવી છે.
સાથે જ કેજરીવાલ જી એ જણાવ્યું હતું કે ખેડૂતો ની 2 લાખ સુધી ની લોન માફ કરવામાં આવશે.
ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન
દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે. સરકારી કામ કરાવવા કોઇને લાંચ આપવાની જરૂર નહીં પડે. સરકારી કર્મચારી તમારા ઘરે આવશે અને ઘરબેઠા તમારું કામ કરી આપશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ‘મેં અત્યાર સુધીમા ગુજરાતમાં અનેક ટાઉનહોલમાં સભા કરી છે . જેમાં જુદા જુદા વર્ગો સાથે વાત કરી. જેમાં તેમણે બધાએ એક જ વસ્તુ જણાવી કે, ગુજરાતમાં ઘણો જ ભ્રષ્ટાચાર છે. તમારે કોઇપણ સરકારી કામ કરાવવું હોય તો તમારે રૂપિયા આપવા પડે.’
ગુજરાતના વેપારીઓને ગેરંટી
વેપારીઓ સાથેની વાતચીત દરમ્યાન કેજરીવાલ એ જણાવ્યું હતું કે આપના સત્તા માં આવ્યા બાદ વેપારી ઑ માં જે ભયનું વાતાવરણ છે તેને દૂર કરીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, VAT AMNESTY SCHEME, બધા VAT રિફંડ છ મહિનામાં મળશે વેપારીઓની ADVISORY BODY બનાવવામાં આવશે.