HomeGujaratવડોદરામાં નિવૃત મદદનીશ ખેતી નિયામકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂ.1.70 લાખની ચોરી

વડોદરામાં નિવૃત મદદનીશ ખેતી નિયામકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂ.1.70 લાખની ચોરી

વડોદરાના વાઘોડિયા રોડ પર પીકોક સોસાયટીમાં રહેતા નિવૃત મદદનીશ ખેતી નિયામકના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને નાસી ગયા હોવાની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા રોડ પર પીકોક સોસાયટી વિભાગ બી બિલ્ડિંગ નંબર A10માં રહેતા 73 વર્ષીય મણીલાલ ભગુભાઈ હાલમાં મૈસૂરિયા વડોદરા જિલ્લા પંચાયત કૃષિ વિભાગમાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયા હતા. ગત 8 સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી થોડા દિવસ રહેવા માટે વાસણા રોડ પર આવેલા તેમના પુત્રના ઘરે ગયા હતા.

18 સપ્ટેમ્બરના રોજ તેઓ તેમના પુત્રના ઘરે હતા ત્યારે મયુર સમાજના પાડોશીએ જાણ કરી કે દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો જણાતો હતો. જેથી તે તેના ઘરે દોડી ગયો હતો. તપાસ કરતાં અજાણ્યા તસ્કરો તિજોરીના લોકરમાંથી સોનાનો સેટ, 03 સોનાની વીટી, સોનાની લકી, સોનાનો સિક્કો, ચાંદીની પ્લેટ અને 40 હજારની રોકડ સહિત કુલ રૂ.1.70 લાખની ચોરી કરી ગયાનું જણાયું હતું

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News