બાળકોને મોબાઈલ ફોન આપનારા વાલીઓ માટે લાલબત્તીનો કિસ્સો બની ગયો છે. મોબાઈલ ફોન સાથે રમતી 5 વર્ષની બાળકીને અચાનક ફોન ફાટતા અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને કેટલીક આંગળીઓ ગુમાવી હતી. રાજસ્થાનના એક પરિવારમાં બનેલી આ ઘટનામાં બાળકીને સારવાર માટે બનાસકાંઠા ડીસા લાવવામાં આવી છે.
રાજસ્થાનના બાડમેરમાં એક 5 વર્ષની બાળકી પોતાના મોબાઈલ ફોન સાથે રમી રહી હતી ત્યારે અચાનક તે વિસ્ફોટ થયો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે છોકરીએ તેની આંગળીઓ અને પગના અંગૂઠા ગુમાવ્યા અને તેના ચહેરા પર પણ ઈજા થઈ. બાળકી સાથે બનેલી ઘટના બાદ ઘરના લોકો તેની બૂમો સાંભળી દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ગુજરાત લાવવામાં આવી છે.
માસૂમ તેના મોબાઈલ ફોન સાથે રમી રહી હતી ત્યારે અચાનક ફોન ફાટતા તેના હાથને ગંભીર ઈજા થઈ હતી. મોબાઈલ ફોન બ્લાસ્ટમાં એક છોકરીની બે આંગળીઓ અને અંગૂઠો કપાઈ ગયો. મોબાઈલ બ્લાસ્ટને કારણે માસૂમના ડાબા હાથનો અંગૂઠો અને આંગળીઓ નીકળી ગઈ હતી. જ્યારે જમણા હાથનો અંગૂઠો પણ કપાઈ ગયો છે.
સામાન્ય રીતે માતા-પિતા જ્યારે કામ પર હોય અથવા બાળક આગ્રહ કરે ત્યારે તેમને મોબાઇલ ફોન આપવામાં આવે છે, આવા કિસ્સાઓમાં ફોન વધુ ગરમ થાય છે, બેટરીને અસર કરે છે અને અકસ્માતો તરફ દોરી જાય છે. ડીસામાં સારવાર માટે આવેલી એક યુવતીના કિસ્સામાં પણ આવું જ બન્યું છે. યુવતી ફોન સાથે રમી રહી હતી અને અચાનક વિસ્ફોટ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.