HomeNationalપશ્ચિમ બંગાળના ટ્રાન્સજેન્ડરો સામાન્ય શ્રેણી હેઠળની સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે

પશ્ચિમ બંગાળના ટ્રાન્સજેન્ડરો સામાન્ય શ્રેણી હેઠળની સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે

કોલકાતા: પશ્ચિમ બંગાળ કેબિનેટે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને સામાન્ય શ્રેણી હેઠળની સરકારી નોકરીઓ માટે અરજી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, એક અધિકારીએ જણાવ્યું હતું. આ અંગેનું બિલ આગામી બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. “આ નવો કાયદો ટ્રાન્સજેન્ડરોને નોકરી મેળવવામાં મદદરૂપ થશે. તે આગામી બજેટ સત્રમાં ઘડવામાં આવશે,” અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

રાજ્યના નાણાં પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે નવા નિયમો ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ, 2019ના આધારે બનાવવામાં આવશે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમાજ કલ્યાણ વિભાગને એવા નિયમો ઘડવા જણાવ્યું કે જેનાથી ટ્રાન્સજેન્ડરોને તમામ ક્ષેત્રોમાં સમાન તકો મળી શકે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News