Budget 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાની ઉપલી મર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ. 30 લાખ કરશે. એટલે કે સરકારે હવે વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) પરના વ્યાજ દરમાં 20 bpsનો વધારો કર્યો છે. તે વાર્ષિક 7.4 ટકા હતો, હવે તે 7.6 ટકા થશે.
આ ઉપરાંત, સરકાર મહિલાઓ માટે નવી નાની બચત યોજના, આઝાદી કા અમૃત મહોત્સવ મહિલા સન્માન બચત પત્ર પણ શરૂ કરશે.
વન-ટાઇમ નવી નાની બચત યોજના માર્ચ 2025 સુધીના બે વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 7.5 ટકાના વ્યાજ દર સાથે બે વર્ષના કાર્યકાળ માટે રૂ. 2 લાખ સુધીની ડિપોઝિટની સુવિધા આપશે.